નેપાળમાં કે.પી. શર્મા ઓલી ફરીથી વડાપ્રધાન બને તેવી શક્યતા
નવી દિલ્હીઃ નેપાળમાં કે.પી. શર્મા ઓલી ફરીથી પ્રધાનમંત્રી બને તેવી શક્યતા છે. તેમણે 165 સાંસદોના સમર્થન સાથે રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ અંગે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ નિર્ણય લેશે. નોંધનીય છે કે નેપાળમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગઈકાલે પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ સંસદમાં વિશ્વાસ મત જીતી શકયા નહોતા. ઉલ્લેખનીય છે કે ગઠબંધનમાં સૌથી મોટો પક્ષ કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળના CPN-UMLA, ગયા અઠવાડિયે પ્રચંડની આગેવાની હેઠળની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો.