Site icon Revoi.in

નામીબિયાથી લવાયેલા ચિત્તાઓનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું નવુ ઘર, PM મોદીએ 3 ચિત્તાને મુક્ત કર્યાં

Social Share

ભોપાલઃ વર્ષો બાદ ભારતની ધરતી ઉપર ચિંતા જોવા મળ્યાં છે. હવાઈ માર્ગે નામીબિયાથી લાવવામાં આવેલા 3 ચિતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસના દિવસે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં આવેલા વિશેષ વાડામાં મુક્ત કરવામાં આવ્યાં હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિતાની ફોટોગ્રાફી પણ કરી હતી. આમ હવે નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિતાઓનું નવુ ઘર કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે.

ભારતમાં ચિત્તાઓની રાહ પૂરી થઈ ગઈ છે. લગભગ 11 કલાકની મુસાફરી કરીને ચિત્તા ભારત પહોંચ્યા હતા. પાંચ માદા અને ત્રણ નર ચિત્તાને લઈને વિમાને નામીબિયાની રાજધાની હોશિયાથી ઉડાન ભરી હતી. મોડિફાઇડ બોઇંગ 747 એરક્રાફ્ટમાંથી લાવવામાં આવેલા આ ચિત્તામાં રેડિયો કોલર છે, ત્રણ ચિતાને કૂનોમાં બનેલા વિશેષ વાડામાં છોડવામાં આવ્યાં છે.

બે નર ચિત્તાની ઉંમર સાડા પાંચ વર્ષની છે, બંને ભાઈઓ છે. પાંચ માદા ચિત્તામાંથી એક બે વર્ષની, એક અઢી વર્ષની, એક ત્રણથી ચાર વર્ષની અને બે પાંચ-પાંચ વર્ષની છે. નામિબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તા, વડાપ્રધાન મોદીએ કુનો નેશનલ પાર્કમાં બોક્સ ખોલ્યું અને ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં છોડી દીધા. બાદમાં મોદીએ તેમની તસવીરો પણ ખેંચી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ પણ તેમની સાથે હતા.

વડાપ્રધાન મોદી સવારે 10.30 કલાકે કુનો નેશનલ પાર્ક પહોંચ્યા હતા. સવારે 10 વાગ્યે ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ચિત્તાઓને અહીં લાવવામાં આવ્યા હતા. વડા પ્રધાન કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં આવેલા વિશેષ વાડામાં ત્રણ ચિત્તાઓને છોડ્યાં હતા. આ ચિતાઓની સંભાળ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.