અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ માર્ગથી જોડાયેલો છે. દરમિયાન કચ્છના હરામી નાળા પાસેથી અવાર-નવાર પાકિસ્તાની બોટ મળી આવે છે. દરમિયાન હરામી નાળા વિસ્તારમાંથી પાકિસ્તાનની એક બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જો કે, બોટમાંથી કંઈ વાધાંજનક મળી નહીં આવતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બોટમાં સવાર પાકિસ્તાની માછીમારો મળી આવ્તા હોવાથી તેમની શોધખોળ આરંભી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર BSF ભુજની પેટ્રોલ પાર્ટી બોર્ડર પિલ્લર નં- 1164 નજીક હરામી નાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે 2 પાકિસ્તાની ફિશિંગ બોટ્સની ગતિવિધિ સામે આવી હતી. બોર્ડર પિલ્લર નં- 1160 પાસે 2 પાકિસ્તાની ફિશિંગ બોટ અને 4-5 પાકિસ્તાની માછીમારોની હાજરીને ધ્યાનમાં લઈને BSFની પેટ્રોલ પાર્ટી એલર્ટ બની હતી. BSFના પેટ્રોલિંગ યુનિટને પોતાના તરફ આવતા જોઈને પાકિસ્તાની માછીમારો સતર્ક બની ગયા હતા અને કાદવવાળી જમીનનો લાભ લઈને તાત્કાલિક પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા હતા. જોકે BSFના પેટ્રોલિંગ યુનિટે તેમનો પીછો કર્યો હતો અને બોર્ડર પિલ્લર નં- 1160 પાસે ભારતીય સીમાની આશરે 100 મીટર અંદરથી 1 પાકિસ્તાની ફિશિંગ બોટ કબજામાં લીધી હતી. જપ્ત કરવામાં આવેલી બોટની તપાસ કરાતા માછલીઓ મળી આવી હતી, જો કે, અંદરથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી. સુરક્ષા એજન્સીઓએ બોટમાં સવાર પાકિસ્તની માછીમારોને ઝડપી લેવા કવાયત આરંભી છે.