Site icon Revoi.in

કચ્છઃ સેનાની જાસુસી કેસમાં ઝડપાયેલો BSFના જવાને 2011માં પાકિસ્તાન ગયો હતો

Social Share

અમદાવાદઃ પાકિસ્તાનને કથિત રીતે સંવેદનશીલ માહિતી મોકલાવવાના આરોપસર ગાંધીધામ બીએસએફના કોન્સ્ટેબલ મહંમદ સજ્જાદની ધરપકડ કરી છે. એટીએસના ડેપ્યુટી એસપી બીએમ ચાવડાએ જણાવ્યું હતું કે, સજ્જાદ જમ્મુ-કાસ્મીરના રાજૌરીનો રહેવાસી છે અને તે પાકિસ્તાન ગયો હતો. તેમજ બીએસએફમાં જોડાયા પહેલા 46 દિવસ સુધી પાકિસ્તાનમાં રહ્યો હતો.

(વધારે અને સરળતાથી ‘રિવોઈ’ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)

https://play.google.com/store/apps/details?id=com.revoinew

આરોપી સામે સેનાની ગુપ્ત માહિતી ફોન ઉપર પાકિસ્તાનને માહિતી મોકલવાનો આરોપ લાગ્યો છે. બીએસએફનો જવાન હાલ ભારત-પાકિસ્તાન સીમા પર કચ્છમાં તૈનાત હતો. એટીએસની ટીમે ગુપ્ત માહિતીના આધારે તેને ઝડપી લીધો હતો. તેમજ તેની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી હતી. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ગુજરાત એટીએસની તપાસમાં ખુલ્યું હતું કે, સજ્જાદની વર્ષ 2012માં બીએસએફમાં ભરતી થઈ હતી. અગાઉ આરોપી ત્રિપુરામાં ફરજ બજાવતો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર આરોપી ડિસેમ્બર 2011માં અટારી રેલવે સ્ટેશન ઉપરથી સમજોતા એક્સપ્રેસમાં બેસીને પાકિસ્તાન ગયો હતો અને 1ડિસેમ્બર 2011થી 16મી જાન્યુઆરી સુધી પાકિસ્તાનમાં રોકાયો હતો. ATSને સજ્જાદના પાસપોર્ટ અને સીમકાર્ડ માટે આપવામાં આવેલા ડૉક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા અને આ ડૉક્યુમેન્ટમાં જન્મ તારીખની વીસંગતતા જોવા મળી હતી. એક સીમ કાર્ડ પોતાની ઓળખ છુપાવીને હિન્દુ નામે લીધું હતું. એટલું જ નહીં આ કાર્ડની મદદથી વોટ્સએપ મારફતે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને ગુપ્ત માહિતી મોકલી આપતો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી મોકલવા સામે પાકિસ્તાનથી નાણા મળતા હતા. પોલીસથી બચવા માટે આરોપી આ નાણા પોતાના ભાઈ અને પરિચીતના બેંક ખાતામાં જમા કરાવતો હતો.

(વધારે અને સરળતાથી ‘રિવોઈ’ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)

https://play.google.com/store/apps/details?id=com.revoinew