- કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી
- ઠંડીની સિઝનમાં અહીં આવતા લોકોની સંખ્યામાં વધારો
અમદાવાદઃ- ગુજરાત રાજ્યમાં આવેલું કચ્છનું રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, કહેવત છે ને કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા……ખરેખ ગુજરાતીઓ આ કહેવતને સાચી પડી હતી પરંતુ , હાલની વાત કરીએ તો અહીના વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોઁધાયો છે, ગુજરાત અને ગુજરાતની બહારના લોકોની અહી આવવાની સ્ખાય ઘટી છે,તેનું એક કારણ કોરોનાની સ્થિતિને પણ કહી શકાય છે.
કોરોનાની અસર અનેક પ્રવાસન કેન્દ્ર પર પડી છે,જેને લઈને હોટલ બિઝનેસ પર તેની માઠી અસર જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક લોકોની રોગજારી પર અસર પડતી જોવા મળે છે, પ્રવાસીઓનો ઘસારો ઓછો થતા અનેક ઘંઘામાં મંદી હોવાની માહિતી મળી રહી છે.
જ્યારે કચ્છ તો એવો વિસ્તાર છે કે જ્યાના લોકોની રોજી રોટી માત્ર પ્રવાસીઓ પર નિર્ભર હોય છે જ્યારે પ્રવાસીઓ અહીં ઓછી સંખ્યામાં આવતા હોવાથી પહેલાની સરખામણીમાં અહીની માર્કેટો ધમધમતી બંધ થઈ છે.
જો કે જાન્યુઆરી શરૂઆતમાં જ કોરોનાના કેસો વધતા 10 જાન્યુઆરી પછી કચ્છના પર્યટન સ્થળો પર પ્રવાસીઓનો ઘટાડો જોવા મળ્યો હતો.ત્યારે હવે ફેબ્રુઆરીની શરુાતમાં કેસમાં ઘટાડો થતાની સાથે જ પ્રવાસીઓ અહીની મુલાકાતે ઓછી સંખ્યામાં આવી રહ્યા છે.
ખાસ કરીને કચ્છના વિસ્તારો જેવા કે ધોળાવીરા, સફેદ રણ, ધોરડો, કાળો ડુંગર, માંડવી, કોટેશ્વર-નારાયણ સરોવર, લખપત અને અન્ય સ્થળો પર પ્રવાસીઓની સંખ્યા માં ઘટાડો થયો છે. સામાન્ય રીતે રણોત્સવ દરમિયાન કચ્છના પ્રવાસન સ્થળો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓથી ભેરોલ વિસ્તાર સાબિત થાય છે જો કે આ વર્ષે એવું જોવા મળ્યું નથી.
ખાસ કરીને હોટેલ, રિસોર્ટ, ટેન્ટ સિટી ધોરડો પણ મહિનાઓ પહેલાથી બુક થઈ ચૂક્યા હોય છે. જ્યારે હાલ ખાલી ખમ પડેલા જોવા મળે છે.કોરોનાના કેસો વધતા આ જાન્યુઆરીમાં ટુરિસ્ટની બુકીંગ થયા નથી, પહેલાના વર્ષોમાં બુકિંગ મળતા નહોતા તેની જગ્યાએ હાલ અનેક હોટેલ ખાલી પડી છે આ સાથે જ આસપાસના ખાનગી રિસોર્ટ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે.કોરોના મહામારીના કારણે કચ્છ પ્રવાસન ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. આ વાત છેલ્લા 3 મહિનામાં સાબિત થી રહી છે.