Site icon Revoi.in

કચ્છની ધરાનું મંગળ ગ્રહ સાથે કનેક્શન, નાસાના વૈજ્ઞાનિકો સફેદ રણમાં રિસર્ચ કરશે

Social Share

ભૂજ : કચ્છમાં સંશોધન ક્ષેત્રે સારીએવી તક સાંપડી રહી છે. જેમાં માતાના મઢ નજીક મંગળ ગ્રહ જેવી જમીન બાદ હવે સફેદ રણ માં મંગળનું કનેક્શન શોધવા નાસાની એક ટીમ કચ્છ પહોંચશે. નાસા ના વિજ્ઞાનીઓને મંગળ ગ્રહ પર મળેલા સોલ્ટ ક્રિસ્ટલ બાદ હવે કચ્છના સફેદ રણમાં જોવા મળતા ક્રિસ્ટલ સાથે સરખામણી કરશે. આ મહિનામાં જ એમિટી યુનિવર્સીટી, કચ્છ યુનિવર્સીટી અને નાસાનો સંયુક્ત પ્રોજેક્ટ અમલી થશે. જેમાં સોલ્ટ ક્રિસ્ટલના ડીએનએ ટેસ્ટ બાદ  સફેદરણ અને મંગળની જમીનના ‘સંબંધ’ ખુલશે. કચ્છના સફેદ રણમાં ચંદ્ર જેવા આભાસ બાદ હવે મંગળની અનુભૂતિ થશે. મંગળગ્રહ અને કચ્છના સફેદરણના સોલ્ટ ક્રિસ્ટલના ડીએનડી ટેસ્ટ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ નાસાની ટીમને મંગળ ગ્રહનું કચ્છ સાથેનુ કનેક્શન મળી આવ્યુ છે. નાસાની ટીમ કચ્છના રણમાં આવેલા સફેદ ક્રિસ્ટલનુ મંગળ ગ્રહ સાથે કનેક્શન શોધશે. આ મહિનામાં નાસાની ટીમ કચ્છ આવશે અને મંગળ ગ્રહ પર મળતા હાઈપર સેલાઈન વોટરમાં થતા બેક્ટેરિયાની તપાસ કરશે. આ એક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા છે. .મંગળ ગ્રહ અને કચ્છના રણના સોલ્ટ ક્રિસ્ટલના ડીએનએ ટેસ્ટ કરાશે.જો સમાન ગુણો મળશે તો ભવિષ્યમાં મંગળ પરના અનેક રહસ્યો કચ્છના સફેદ રણમાં મીઠા થકી ઉકેલી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગાઉ માતાના મઢમાં જેરોસાઇટ મળ્યા બાદ મંગળ ગ્રહ જેવી સપાટી મળી હતી. કચ્છમાં અનેક એવી રહસ્ય જગાવતી બાબતો છે જે વૈજ્ઞાનિકોને કુતૂહલ સર્જે છે. નાસાની ટીમનુ મંગળ ગ્રહ સાથેનુ કનેક્શન રિસર્ચની દુનિયામાં મોટુ પરિવર્તન લાવી શકે છે.