Site icon Revoi.in

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતા નોંધાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ધરા ધ્રુજતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપના આંચકામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર લગભગ 4.2 નોંધાઈ નહીં.

સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં મધ્ય રાત બાદ લગભગ 1.09 કલાકે ફરી એકવાર ધરા ધ્રુજી હતી. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. રાતના લોકો નિંદ્રામાં હતા અને ધરા ધ્રુજતા સૂઈ ગયેલા લોકો જાગી ગયા હતા અને તરત જ ઘરમાંથી દોડીને બહાર જતા રહ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 39 કિમી દૂર નોંધાયું હતું. ગતરાત્રીએ આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.

કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપમાં ભારે તારાજી સર્જાઈ હતી. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં અનેક ઈમારતો થઈ હતી. તેમજ અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં હતા. રાજ્યાં વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ અવાર-નવાર હળવા આંચકા નોંધાય છે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકા આવે છે. જાણકારોના મતે કચ્છમાં ફોલ્ટલાઈન સક્રીય હોવાથી હળવા આંચકા નોંધાય છે.