Site icon Revoi.in

કચ્છના બન્ની આધારિત ફિલ્મ આઈ એમ બન્નીને આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ કાન્સમાં રજુ કરાશે

Social Share

ભુજ  :  બેટી બચાવો બેટી પઢાવો’ના કેન્દ્રવર્તી વિચાર સાથે કચ્છના બન્ની વિસ્તાર આધારિત ફિલ્મ `આઇ એમ બન્ની’ હવે આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ કાન્સમાં રજૂ થવાની છે.મૂળ કચ્છના લેખક-દિગ્દર્શક કુમાર મકવાણા લિખિત આ ફિલ્મને દિગ્દર્શન સહયોગ નીતિન ચૌધરીએ આપ્યો છે, આ ફિલ્મ 10મી જુલાઇએ ભારતીય સમય મુજબ સાંજે સાડા છ વાગ્યે પ્રસારિત થશે.

કચ્છના બન્ની વિસ્તાર આધારિત ફિલ્મ `આઇ એમ બન્ની’  હિન્દી ભાષાની આ ફિલ્મમાં રોશની વાલિયા મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે ગૌરવ ગર્ગ, નિશુ અને અન્ય ગુજરાતી કલાકારો પણ ચમકે છે. `આઇ એમ બન્ની’ ડોટર ઓફ વોટર આ અગાઉ ઘણા એવોર્ડ જીતી ચૂકી છે, જેમાં માબિગ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતા, લિફ્ટ ઇન્ડિયા ફિલ્મોત્સવ અને એવોર્ડ વર્લ્ડ સીને ફેસ્ટિવલમાં વિજેતા, યુરેશિયા ફેસ્ટ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ, તેમજ આર.ટી.એફ. રીયલ ટાઇમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સેમિફાઇનલિસ્ટ ટોપ ઈન્ડી ફિલ્મ એવોર્ડમાં વિજેતા અને લિફ્ટ ઓફ સેશનમાં પસંદગી, આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મોત્સવમાં સત્તાવાર પસંદગી જ્યારે દાદા સાહેબ ફાળકે એવોર્ડ ઉપરાંત હરિયાણા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પણ સત્તાવાર પસંદ થઇ હતી. ફિલ્મની અભિનેત્રી રોશની વાલિયાને શ્રેષ્ઠ બાળ અભિનેત્રી જ્યારે ફિલ્મને શ્રેષ્ઠ સંગીત માટે પણ એવોર્ડ મળ્યો છે.

(PHOTO- FACEBOOK)