પેૈગમ્બર વિવાદ મામલે કુવૈતે નોંધાવ્યો વિરોધ -ભારતીય પ્રોડક્ટસને માર્કેટમાંથી હટાવી
- પેૈગમ્બર વિવાદ વકર્યો
- હવે કુવૈતે નોંધાવ્યો વિરોધ
- આ દેશે ભારતીય પ્રોડક્ટસને પોતાના માર્કેટમાંથી હટાવી
દિલ્હીઃ- મોહમ્મદ પૈગમ્બર પર ભાજપના નેતાઓની ટિપ્પણીને લઈને ગલ્ફ દેશોમાં સતત રોષ જોવા મળી રહ્યો છે અનેક લોકો આ બાબતે નારાજગી દર્શાવી રહ્યા છે. ત્યારે હવે આ વાતને લઈને કુવૈતે પણ વિરોધ નોંધાવ્યો છે આ પહેલા અનેક ખાડી દેશો આ બાબતને લઈને નારાજગી દર્શાવી ચૂક્યા છે.
પૈગમ્બરઅને ઇસ્લામ પર ભાજપના નેતાઓની અપમાનજનક ટિપ્પણીઓ પર ભારતને ગલ્ફ રાષ્ટ્રો તરફથી રાજદ્વારી પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ભારતીય ઉત્પાદનો કુવૈતમાંથી બહાર કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત જાયમકારી પ્રમાણે કુવૈતમાં એક સુપરમાર્કેટે તેના સ્ટોરમાંથી અનેક ભારતીય ઉત્પાદનો હટાવી દીધા છે. ઈરાન મધ્ય પૂર્વમાં પયગંબર મુહમ્મદ પર ભાજપના કાર્યકર્તાની ટિપ્પણી પર ભારતીય રાજદૂતને બોલાવવા માટે નવો દેશ બન્યો છે. ટિપ્પણીઓને ઈસ્લામ વિરોધી ગણાવીને, અલ અરદિયા કો-ઓપરેટિવ સોસાયટીના સ્ટોર્સે ભારતીય ચા અને અન્ય ઉત્પાદનોને ટ્રોલીઓમાં જમા કરાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ા વિવાદમાં સાઉદી અરેબિયા, કતાર અને ક્ષેત્રના અન્ય દેશો ઉપરાંત ઇજિપ્તની અલ અઝહર યુનિવર્સિટીએ ભાજપના પ્રવક્તાના નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. જો કે આમકરનારા સામે કાર્યવાહી કરતા ભાજપે પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે
વધુ જાણકારી પ્રમાણે કુવૈત શહેરની બહારના સુપરમાર્કેટોમાં ચોખાની બોરીઓ, મસાલા અને મરચાં જેવી વસ્તુઓ પ્લાસ્ટિકની ચાદરથી ઢંકાયેલી છે. અરેબિક ભાષામાં મેસેજમાં લખ્યું હતું કે, “અમે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા છે.”
સ્ટોરના માલિકે જણાવ્યું કે “પયગમ્બરના અપમાનને કારણે અમે ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો ઠે. અમે, કુવૈતી મુસ્લિમ લોકો તરીકે પયગંબરનું અપમાન સ્વીકારતા નથી, ”સુપરસ્ટોરના સીઈઓ નાસેર અલ-મુતૈરીએ જણાવ્યું હતું.