નવી દિલ્હીઃ આઈઆઈટી ધનબાદમાં આર્થિક કારણોસર એક વિદ્યાર્થી ફી ન ભરી શકતા તેનું એડમિશન રદ થયું હતું. જેથી સમગ્ર મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાને સુપ્રીમ કોર્ટે ગંભીર ગણાતીને ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ નિર્દેશ કર્યો હતો કે, પૈસાની અછતના કારણોસર કોઈ પણ વિદ્યાર્થીના અભ્યાસ ઉપર અસર ના થવી જોઈએ.
કેસની હકીકત અનુસાર, ઉત્તરપ્રદેશના મુજજફરનગરનો વિદ્યાર્થી અતુલ કુમાર આઈ.આઈ.ટી ધનબાદમાં અભ્યાસ કરવા માંગતો હતો અને તે માટે તેને સંપૂર્ણ તૈયારી પણ કરી હતી, એટલું જ નહીં એડમિશન લેવા માટે જેટલા માર્કસ જોઈતા હોય તે પણ અતુલ પાસે હતા પરંતુ આર્થિક તંગીના કારણે વિદ્યાર્થી ફી ના રૂ. 17500 ભરવામાં સમર્થ ન હતો જેથી તેનું એડમિશન રદ થયું હતું, પરંતુ આ બાબત અતુલને ખટકતી હતી તેથી તેણે હાર સ્વીકારવાના બદલે લડત આપવાનું વિચાર્યું હતું. જેથી તેણે આ મામલો ઝારખંડ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, એટલું જ નહીં અંતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સર્વોચ્ચ દાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચુડે ઐતિહાસિક આદેશ સાંભળવતા નોંધ્યું હતું કે, “કોઈ પણ પ્રતિભાશાળી ટેલેન્ટે આર્થિકતંગીના કારણે કોર્ટના બારણે આવવું પડે તે સમાજ માટે શરમજનક બાબત છે, આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીની પ્રગતિને આર્થિક કારણોસર રોકવી એ કેટલું યોગ્ય?” , આ કેસના કારણે તેના અભ્યાસ પર કોઈ અસર ના થાય તેવું આઈ.આઈ.ટી ને કડક શબ્દોમાં કહ્યું હતું.
विद्याभ्यास स्तपो ज्ञानमिन्द्रियाणां च संयमः । સુપ્રીમ કોર્ટના આ નિર્દેશે પ્રતિભાવાન બાળકો માટે એક ઉત્તમ ઉદાહરણ સમર્પિત કર્યું છે. તેમ જાણકારોનું માનવું છે.