- શું તમને ઓછી ઊંઘ આવે છે?
- તો તમને આવી શકે હાર્ટ એટેક
- અન્ય બીમારીઓનું પણ ઘર છે ઓછી ઉંઘ
દરેક વ્યક્તિના જીવનમાં તંદુરસ્તી જરૂરી છે. તેના માટે દરેક વ્યક્તિ કાંઈક કરતા પણ હશે. તમામ લોકોને તંદુરસ્ત રહેવું ગમે છે પણ કેટલીક બીમારીઓ એવી પણ છે જેને આપણે જોઈ કે ટાળી શકતા નથી પણ આપણી ખોટી આદતથી તે મોટી મુશ્કેલી નોતરી શકે છે.
તો વાત છે કે આજકાલ લોકોને રાતે મોડા સુધી જાગવાની આદત હોય છે અને ક્યારેક તો રાતે લાંબા સમય સુધી જાગ્યા પછી સવારે વહેલા ઓફિસ કે કામ પર જવુ પડતુ હોય છે. આ કારણોસર જાણકારો અનુસાર હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ પણ વધી જાય છે.
રાતેઊંઘન આવવા પાછળના કારણો પણ ઘણા હોઈ શકે છે જેમાં આર્થિક તંગીના કારણો, પારિવારીક કારણો, અથવા અન્ય ચીંતાઓ પણ હોઈ શકે તેમ છે અને શરીરને પુરતા પ્રમાણમાંઊંઘન મળવાથી તે હાર્ટ એટેકને આમંત્રણ આપી શકે છે.
જો તમને પૂરતી ઊંઘ ન લો, તો કામ દરમિયાન તમને ઓફિસમાં ઊંઘ આવી જશે. પરંતુ કામને લીધે તમે સૂઈ શકશો નહીં. જો કે, આ તમારી ઓફિસના કામ અને ઊંઘ બંનેને અસર કરશે, તે પછી તમે તણાવમાં આવી શકો છો અને માનસિક સમસ્યાઓ એટલી વધી જશે કે, હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર જેવા રોગો આપમેળે તમારા શરીરમાં સ્થાન બનાવી લેશે.
ઘણી વાર આપણે જોયું છે કે, લોકો ઊંઘ દૂર કરવા માટે ચા અથવા કોફીનો ઉપયોગ કરે છે, પરંતુ આ એક ખોટી રીત છે. જો તમને ઊંઘ આવે છે, તો તમારે સમય પર સુઈ જવું યોગ્ય છે. વધુ પડતી ચા પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે અને નિંદ્રાના અભાવને કારણે ડાયાબિટીઝ અને ડિપ્રેશન તમારા શરીરમાં ઘર કરી લેશે. તેથી પૂરતી ઊંઘ લો.
પૂરતી ઊંઘ મેળવવા માટે, સમયસર તમારું કાર્ય સમાપ્ત કરવું જરૂરી છે. જેનો અર્થ એ છે કે સમયસર ઓફિસનું કામ પૂર્ણ કર્યા પછી, તમે ઘરે પહોંચો, પૌષ્ટિક આહાર ખાઓ અને વહેલા સૂવાનો પ્રયત્ન કરો. લાંબા સમય સુધી ટીવી સામે બેસવું નહીં અને મોબાઇલથી થોડું અંતર રાખવું. સૌથી અગત્યનું, દિવસના અંતે કેફીનનું સેવન ન કરો.