આજના સમયમાં લોકો એવું માનતા હોય છે કે ભેળસેળવાળો ખોરાક અને ખાવાની વસ્તુઓને કારણે લોકો અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પહેલાના સમયમાં આ પ્રકારે ભેળસેળ વસ્તુઓ મળતી ન હતી તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સ્વસ્થ રહેતા અને કોઈ બીમારી પણ જોવા મળતી ન હતી પણ અત્યારે શુદ્ધ ખાવા પીવાની વસ્તુઓ ન મળવાને કારણે વિટામિન અને કેલ્શિયમ જેવી જરુરીયાપૂર્ણ વસ્તુઓ શરીરને મળતી નથી અને શરીરમાં સમસ્યા થવા લાગે છે.
પણ હવે જો વાત કરવામાં આવે શરીરમાં કેલ્શિયમ અને વિટામિનની તો તેની કમીને આ પ્રકારનો ખોરાક લઈને પણ દુર કરી શકાય છે. જે લોકોને આ સમસ્યા હોય તે લોકો દૂધમાં કાજુ નાખીને તેને પી શકે છે તેનાથી શરીરને વિટામિન અને કેલ્શિયમ મળી શકે છે.
આ ઉપરાંત બદામની સાથે દૂધ પીવાથી પણ શરીરમાં વિટામિન અને કેલ્શિયમ મળે છે. દૂધમાં બદામ નાખીને પીશો તો આવી સ્થિતિમાં તમને બેવડો ફાયદો મળી શકે છે. ઋતુ ગમે તે હોય, તમારે બદામને પલાળ્યા પછી તેનું સેવન કરવું જોઈએ. જો કે આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં બદામનું દૂધ પીવાથી શરીર સ્વસ્થ રહે છે.
જાણકારોના કહેવા પ્રમાણે શરીરમાં રહેતી વિટામિન અને કેલ્શિયમની કમીને કારણે સંધિવા, ઓસ્ટીયોપોરોસીસ, સ્નાયુઓમાં ખેંચાણ, નબળા નખ, પીરિયડ્સ દરમિયાન વધુ પડતો દુખાવો, માથાનો દુખાવો, ડિપ્રેશન, હૃદયના ધબકારા અનિયમિતતા જેવી સમસ્યાઓ સામે આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.