1. Home
  2. ગુજરાતી
  3. લદ્દાખ:લેહના પૂર્વ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ
લદ્દાખ:લેહના પૂર્વ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ

લદ્દાખ:લેહના પૂર્વ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ

0
Social Share
  • લેહના પૂર્વ વિસ્તારોમાં ભૂકંપના આંચકા
  • રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ
  • કોઈ નુકશાન કે જાનહાનિ નહીં

લેહ:લદ્દાખમાં મંગળવારે સવારે લગભગ 4.50 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લેહના પૂર્વ વિસ્તારોમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી.તો,ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. ભૂકંપના આંચકાને કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. ગયા મહિને 24 ઓક્ટોબરે કારગીલ નજીક ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી.

આ પહેલા સોમવારે તમિલનાડુના ઉત્તરીય શહેર વેલ્લોરથી થોડે દૂર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code