Site icon Revoi.in

લદ્દાખ: લેહમાં ભૂકંપના જોરદાર આંચકા, 3.6 ની તીવ્રતા માપવામાં આવી

Social Share

લેહ: લદ્દાખમાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. આ ઉપરાંત વધુ બે રાજ્યો રાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

રાજસ્થાનના બિકાનેરમાં આજે સવારે 5:24 કલાકે રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીએ આ અંગે માહિતી આપી હતી. તો, મેઘાલયમાં રાતે 2:10 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.

મણિપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શનિવારે પૂર્વોત્તર રાજ્ય મણિપુર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું હતું. શનિવારે સવારે 10.12 વાગ્યે મણિપુરમાં ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્ર ઉખરૂલમાં હતું. આ ભૂકંપને કારણે કોઈ નુકસાન થયાના સમાચાર નથી.