લદ્દાખઃ દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ, તિરંગાના સન્માનમાં એક ફ્લાઇ પાસ્ટ
દિલ્હીઃ લદાખના ફાયર એન્ડ ફ્યુરી કોરના પ્રાંગણમાં લદાખના ઉપરાજ્યપાલ અને કાર્યક્રમના મુખ્ય અતિથી આર.કે.માથુરે દુનિયાના સૌથી મોટા રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી તેમજ જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજના અવસરે રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
મુંબઇના ખાદી ડાયર્સ અન્ડ પ્રિન્ટર્સે આ વિશાળકાય ઝંડાને તૈયાર કર્યો છે. આ વિશાળકાય ઝંડાનું વજન એક હજાર કિલો છે. આ ધ્વજની લંબાઇ 225 ફુટ અને 150 ફુટ પહોળો છે. સેનાની 57મી એન્જીનિયર રેજીમેન્ટે આ ધ્વજને લેહમાં સ્થાપિત કર્યો છે. ભારતીય રાષ્ટ્રધ્વજ નિયમાલી અનુંસાર ખાદી અથવા હાથથી કાંતેલ કાપડનો બનેલો હોવો જોઇએ. તિરંગાના સન્માનમાં એક ફ્લાઇ પાસ્ટ યોજાયું હતું. આ પ્રસંગે સેના પ્રમુખ એમ. એમ. નરવણે તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં લેમ્ડો મોડલ સિનિયર સ્કુલની વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતની પ્રસ્તુતી કરી હતી.