લક્ષદ્વીપ અને જમ્મુ-કાશ્મીર દેશમાં ટીબી મુક્ત ઘોષિત થનાર પ્રથમ સ્થાન બન્યું: હર્ષવર્ધન
- લક્ષદ્વીપ-જમ્મુ-કાશ્મીરને કરાયા ટીબી મુક્ત જાહેર
- ટીબી મુક્ત જાહેર થનાર દેશનું પહેલું સ્થાન બન્યું
- 2025 સુધીમાં ટીબીને સમાપ્ત કરવાનું લક્ષ્યાંક
મુંબઈ: ભારતને ટીબી મુક્ત બનાવવા માટે પ્રયાસો કરવા દેશની જનતાને અપીલ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનએ બુધવારે કહ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને જમ્મુ-કાશ્મીર દેશમાં ટીબી મુક્ત જાહેર કરનારા પ્રથમ સ્થાન બન્યા છે. તેમણે જન આંદોલનમાં 2025 સુધીમાં ક્ષય રોગને સમાપ્ત કરવાના ભારતના સંકલ્પને પરિવર્તન કરવામાં ફાળો આપવા નાગરિકોને અપીલ કરી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બુધવારે અહીં ડો. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં વિશ્વ ક્ષય રોગ દિવસ પર યોજાયેલા કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યા બાદ હર્ષવર્ધને કહ્યું કે,2020 માં ક્ષય રોગનો સામનો કરવામાં કેટલીક અડચણો આવી હતી,પરંતુ કોવિડ -19 વૈશ્વિક મહામારીનો પડકાર હોવા છતાં ભારતમાં ટીબી કાર્યક્રમ હેઠળ 18.04 લાખ ટીબીના કેસ નોંધાયા.
હર્ષવર્ધનએ કહ્યું કે, તે પ્રોત્સાહક કરવાવાળી વાત છે કે, લોકડાઉનનો સમય પૂરો થયા પછી અમે ઘણી નવી વ્યૂહરચના લાગુ કર્યા પછી અમારા કાર્યક્રમને કોવિડ -19 ના પહેલાના સ્તર પર લાવવામાં સફળ રહ્યા અને અમે વડાપ્રધાનના દૃષ્ટિકોણ સાથે સુસંગત છીએ,2025 સુધીમાં ટીબીનો અંત લાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પાટા પર પાછા આવ્યા છીએ.
-દેવાંશી