નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહ પોતાની સ્પષ્ટવાદિતા માટે જાણીતા છે. દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહે હવે રાહુલ ગાંધી માટે એવી વાત કહી દીધી છે કે જેનાથી કોંગ્રેસીઓને પેટમાં વેણ ઉપડે. લક્ષ્મણ સિંહે કહ્યુ છે કે રાહુલ ગાંધી ન તો પાર્ટી અધ્યક્ષ છે અને ન તો કોઈ મોટા નેતા. તેઓ સામાન્ય સાંસદ છે, જેવા કે પાર્ટીના અન્ય સાંસદો પણ છે.
લક્ષ્મણ સિંહ કોંગ્રેસના નેતા છે. તેમના ભાઈ દિગ્વજિયસિંહની ગણતરી રાહુલ ગાંધીના સૌથી નજીકના સલાહકારોમાં થાય છે. રાહુલ ગાંધી જ નહીં, દિગ્વિજય સિંહને આખો ગાંધી પરિવાર ભાવ આપે છે. પરંતુ દિગ્વિજયસિંહના ધારાસભ્ય બની ચુકેલા ભાઈ લક્ષ્મણસિંહ રાહુલ ગાંધીને કોઈ ભાવ આપવાના મૂડમાં દેખાય રહ્યા નથી. તેમણે કહ્યુ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર્તા છે, તેમને આટલો ભાવ મીડિયા કેમ આપી રહ્યું છે?હું તો તેમને મોટો નેતા માનતો જ નથી, તમે પણ માનો નહીં. રાહુલ ગાંધી ન તો પાર્ટીના અધ્યક્ષ છે અને ન તો કોઈ મોટા નેતા. તેઓ સામાન્ય સાંસદ છે, જેવું કે પાર્ટીના અન્ય પણ સાંસદો છે.
મહત્વપૂર્ણ છે કે લક્ષ્મણસિંહ પહેલા ધારાસભ્ય હતા. પણ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ચચૌરીમાં આ વખતે તેમને ભાજપના ઉમેદવાર પ્રિયંકાની સામે હાર મળી હતી. તેના પછી તેઓ હવે ચર્ચામાં આવ્યા છે. તેમણે 31 ડિસેમ્બર, 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન મીડિયાએ રાહુલ ગાંધીની સંસદમાં બોલતા સમયે કેમેરો ફેરવી નાખવાના આરોપોવાળી ચિંતાઓ પર સવાલ પુછયો હતો. તેની સાથે જ જન્મના આધાર પર પ્રિવિલેજ્ઝડ હોવાના મામલા પર પણ સવાલ કર્યો હતો. આ સવાલના જવાબમાં લક્ષ્મણસિંહે પોતાના દિલની વાત કહી હતી.
લક્ષ્મણ સિંહે મીડિયાને સલાહ આપતા કહ્યુ હતું કે રાહુલ ગાંધી એક સાંસદ છે. તેઓ અધ્યક્ષ નથી અને એક કોંગ્રેસના કાર્યકર્તા છે. આ સિવાય રાહુલ ગાંધી કંઈ જ નથી. રાહુલ ગાંધીને આટલા હાઈલાઈટ તમે લોકો પણ ન કરો, ન અમે કરીએ. રાહુલ ગાંધી એક સાંસદ છે, જેવા અન્ય સાંસદ હોય છે. કોઈ જન્મથી નહીં, પણ કર્મથી બને છે. રાહુલ ગાંધીને તમે આટલા મોટા નેતા માનો નહીં, હું તો નથી માનતો. સાધારણ સાંસદ છે, તેમને હાઈલાઈટ કરો કે ન કરો, મને કોઈ સમસ્યા નથી.
મહત્વપૂર્ણ છે કે દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મસિંહ મોટાભાગે પોતાનો અલગ અભિપ્રાય આપવા માટે જાણીતા છે.
ફરી એકવાર તેમણે કહ્યુ હતુ કે જ્યોતિરાદિત્ય સિંધિયાની પણ ઘણી યાદ આવે છે. જો તેઓ પાર્ટીમાં હોત, તો પાર્ટીની આ હાલત થાત નહીં. આના સિવાય આના પહા તેઓ એ પણ કહી ચુક્યા છે કે ખેડૂતોની કર્જમાફી સંભવ નથી, રાહુલ ગાંધી વાયદો જ કરવા માંગતા ન હતા.