ઘરમાં આ વસ્તુઓને કારણે રહે છે લક્ષ્મીજી નારાજ,તરત જ કરો તેને દુર
વાસ્તુ પ્રમાણે કેટલીક પ્રવૃતિઓ તથા કેટલીક વસ્તુઓ ઘરમાં રહેવાના કારણે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરતા નથી અને ધનલાભ પણ થતા નથી. કેટલીક વસ્તુઓના કારણે ઘરમાં હંમેશા આર્થિક તંગી બની રહે છે, ત્યારે જો વાત કરવામાં આવે વાસ્તુશાસ્ત્રની તો વાસ્તુ પ્રમાણે ઘરમાં આ વસ્તુઓને ન રાખવી જોઈએ.
સૌથી પહેલા તો એ વાત જાણી લો કે, જો ઘરમાં કોઈ તૂટેલી ઘડિયાળ હોય તો તેને નવું વર્ષ શરૂ થાય તે પહેલા કાઢી નાખો. વાસ્તુ અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ રાખવી ખૂબ જ અશુભ છે. નવા વર્ષમાં તમારા ઘરમાં બધું જ શુભ રહે. તો જ તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
આ ઉપરાંત, જો ઘરમાં ખુરશી, ટેબલ અથવા સોફા જેવું કોઈ તૂટેલું ફર્નિચર લાંબા સમયથી પડેલું હોય તો તેને 2024ની શરૂઆત પહેલા ઘરમાંથી કાઢી નાખો. એવું માનવામાં આવે છે કે તૂટેલા ફર્નિચરને લાંબા સમય સુધી ઘરમાં રાખવાથી દુર્ભાગ્ય આવે છે. કારણ કે તૂટેલા ફર્નિચરમાંથી નકારાત્મક ઉર્જા વહે છે. તેથી, ઘરનું ફર્નિચર હંમેશા સારી સ્થિતિમાં રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.
તે વાતને ક્યારેય ન ભૂલશો કે, ઘરમાં તૂટેલી મૂર્તિઓ કે ફાટેલી તસવીરો ન રાખો. નવું વર્ષ શરૂ થાય તે પહેલાં, તેમને પાણીમાં વહાવી દો અથવા મંદિરમાં મૂકી દો. ઘરમાં રાખેલી તૂટેલી મૂર્તિઓ અથવા ફાટેલા ચિત્રો નકારાત્મક ઉર્જા લાવે છે. જો તમારા ઘરમાં નકામા કે ફાટેલા પગરખાં કે બૂટ હોય તો તેને ફેંકી દો અથવા નવું વર્ષ શરૂ થાય તે પહેલાં કોઈને આપી દો. જો તમે આ બધી વસ્તુઓ ઘરમાં રાખશો તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થશે.
ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકાર માટે ઉપલ્બધ કરવામાં આવી છે, તેને લઈને કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી.