- લાલા કિલ્લાનો આરોપી દીપ સિદ્ધુની ધરપકડ
- દિલ્હી પોલીસની વિશ્ષ ટીમે કરી ઘરપકડ
દિલ્હી – દીપ સિદ્ધુની મંગળવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સિદ્ધુ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાનો મુખ્ય આરોપી છે. જે અંદાજે 15 દિવસોથી ફરાર થયા બાદ પોલીસે તેની ઝડપી પાડ્યો છે. પોલીસે તેના ઉપર એક લાખ રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું. જો કે હાલ તેની ધરપકડ ક્યાથી કરવામાં આવી તે બાબતની જાણ કરાઈ નથી.
પોલીસના હાથમાં ન આવતા સિદ્ધુ સતત સોશિયલ મીડિયા પર વીડિયો મેસેજીસ શેર કરતો રહેતો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે વીડિયો પંજાબી અભિનેતા અપલોડ કરે છે જે તેની ખૂબ જ નજીકની સ્ત્રી મિત્ર છે. પોલીસના જણાવ્યા મુજબ સિદ્ધુ વીડિયો બનાવતો હતો અને તેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની મહિલા મિત્ર શેર કરતી હતી
તાજેતરમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો
તાજેતરમાં પંજાબી અભિનેતાએ એક વીડિયો જાહેર કરતાં કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી. તેથી તેને કોી જ વાતનો ડર નથી. તે આ કેસથી સંબંધિત પુરાવા એકત્રિત કરી રહ્યો છે અને બે દિવસ પછી તે પોલીસ સમક્ષ હાજર થશે. તેમણે તપાસ એજન્સીઓને તેમના પરિવારને હેરાન ન કરવાની પણ અપીલ કરી હતી,
ઉલ્લેખનીય છે કે દિપ સિદ્ધુ એપ પંજાબી એક્ટર છે,જે કાનુન અભ્યાસ સાથે પણ સંકળાયેલો છે,છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં જ્યારે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના જે પણ ઘચટના બની તે તેનો મુખ્ય આરોપી છે.
સાહિન-