Site icon Revoi.in

લાલૂ પ્રસાદ યાદવની તબિયત લથડતા મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં એરલિફ્ટ કરાયા – ત્રણ ફેક્ચર થતા શરીરની હલન ચલન બંધ

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય જનતા દળના નેતા એવા લાલુ પ્રસાદ યાદવની હાલત  ગંભીર જોવા મળી રહી છે. તેમની મોડી રાત્રે  તબિયત વધુ બગડા દિલ્હીના એઈમ્સમાં એરલિફ્ટ કરીને દાખલ કરવામાં આવ્યા છે.

હાલ હોસ્પિટલમાં વરિષ્ઠ ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગેલી છે. આ પહેલા તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બુધવારે રાત્રે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. લાલુ યાદવ બે દિવસ પહેલા તેમની પત્ની રાબડી દેવીના ઘરે સીડી પરથી પડી ગયા હતા, જેના કારણે તેમના શરીરમાં ત્રણ જગ્યાએ ફ્રેક્ચર થઈ ગયા છેજો કે હાલની તેમની સ્થિતિ અંત્યંત નાજૂક જણાવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે તબિયત નાદુરસ્ત થતા તેઓના શરીરે હલન ચલન કરવાનું પણ બંધ કરી દીધઘુ છે.લાલુ યાદવ દિલ્હી પહોંચ્યા બાદ તેમના પુત્ર તેજસ્વી યાદવે તેમની તબિયત અંગે જાણકારી આપી હતી. 

આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે સીડી પરથી પડી જવાને કારણે તેના શરીરમાં ત્રણ જગ્યાએ ફ્રેક્ચર થયું છે, જેના કારણે તેનું શરીર સંપૂર્ણ રીતે કામ કરતું બંધ થઈ ગયું છે. તેજસ્વીએ કહ્યું, તેમનું સંપૂર્ણ ચેકઅપ એઈમ્સમાં કરવામાં આવશે. આ પછી ડોક્ટરોની ટીમ આગળની સારવાર અંગે નિર્ણય લેશે, આ સાથે જ લાલુ યાદવના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. તે જ સમયે, તેમનું ક્રિએટિનાઇન પણ ચારથી છ સુધી પહોંચી ગયું છે.