Site icon Revoi.in

લાલુ પ્રસાદ યાદવની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રહ્યું સફળ- દિકરી એ પિતાને આપી કિડની

Social Share

પટનાઃ-   લાલુ પ્રસાદ યાદવ નામ સૌ કોઈ જાણે છએ,ઘાસચાકા કૌંભાડ મામલે તેઓ જેલના સળીયા ગણી રહ્યા હતા રાંચીની બિરસા મુંડા જેલમાં 14 વર્ષની સજા કાપી રહ્યા છે.સજા દરમિયાન તેમની તબિયત લથડતા તેમને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ માં દાખલ કરાયા હતા. જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી ત્યારથઈ તેમની હેલ્થ સારી રહેતી ન હતી ત્યાર બાદ તેમને  કિડનીની બિમારી હોવાનો રિપોર્ટ આવ્યો હતો અને તેઓને કિડની સર્જરીની સલાહ ડોક્ચટર દ્રારા અપાઈ હતી.જો કે હવે તેમણે તેનું ઓપરેશન કરાવ્યું છે.

બિહારના નાયબ મુખ્ય મંત્રી  તેજસ્વી યાદવે આજરોજ સોમવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય જનતા દળ  પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની સિંગાપોરમાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે અને તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. આ કિડની તેમને પોતાની જ દિકરી રોહીણીએ આપી છે.હાત તેમની સ્થિતિ સારી હોવાનું જણઆવામાં આવ્યું છે.

ઉલ્લાલેખનીય છે કે લુ યાદવની સિંગાપોર સ્થિત રહેતી પુત્રી રોહિણી આચાર્ય, જેણે પિતાને કિડની દાનમાં આપી હતી, તે પણ ટ્રાન્સપ્લાન્ટ બાદ સ્વસ્થ છે.બન્ને લોકો સ્વસ્થ છે.ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ  અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે, તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. સિંગાપોરમાં રહેતી તેમની પુત્રી રોહિણી આચાર્યે તેના પિતાને નવું જીવન આપવા માટે પગલું ભર્યું છે.