1. Home
  2. ગુજરાતી
  3. લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યે કહ્યું અમે રામવિરોધી નથી: મીસા ભારતીએ કરી ચૂંટણી પછી અયોધ્યા જવાની વાત
લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યે કહ્યું અમે રામવિરોધી નથી: મીસા ભારતીએ કરી ચૂંટણી પછી અયોધ્યા જવાની વાત

લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યે કહ્યું અમે રામવિરોધી નથી: મીસા ભારતીએ કરી ચૂંટણી પછી અયોધ્યા જવાની વાત

0
Social Share

પટના : લોકસભા ચૂંટણી પ્રચારમાં ભાજપ અયોધ્યામાં રામમંદિરને લઈને વિપક્ષી દળો પર આક્રમક છે. ત્યારે બિહારમાં આરજેડી ચીફ લાલુપ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્ય અને મીસા ભારતીએ મોટા નિવેદન આપ્યા છે. રોહિણી આચાર્યે કહ્યું છે કે અમે રામ વિરોધી નથી. જ્યારે મીસા ભારતીએ સ્પષ્ટ કર્યું છે કે અમે ચૂંટણી બાદ અયોધ્યા જઈશું.

મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. આ કાર્યક્રમમાં સામેલ થા માટે રામજન્મભૂમિ ટ્રસ્ટે તમામ રાજકીય પક્ષો અને ચર્ચિત હસ્તીઓને આમંત્રિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હતા. આના પર વિપક્ષોએ વાંધો વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસે આને ભાજપના પ્રચાર અભિયાનનો હિસ્સો ગણાવ્યું હતું. તે સમયે લાલુપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવના નિવેદન પણ ચર્ચામાં આવ્યા હતા. લાલુ યાદવે સ્પષ્ટ કહ્યુ હતુ કે તેઓ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં નહીં જાય. પુત્ર તેજપ્રતાપ યાદવે કહ્યુ હતુ કે તેમના સપનામાં રામ આવ્યા હતા. તેમણે સપનનામાં કહ્યુ હતુ કે આ બધા ઢોંગ કરી રહ્યા છે. રામમંદિરને લઈને તેજસ્વી યાદવે સવાલ કર્યો હતો કે ભૂખ લાગશે તો મંદિર જશો? ત્યાં ઉલટાનું દાન માંગી લેશે.

વિપક્ષની પ્રાણ-પ્રતિષ્ઠાથી કિનારો કરવા પપર ભાજપ આક્રમક છે. હવે ચૂંટણી વચ્ચે આરજેડીના નેતાઓના વલણ બદલાયા છે. પીએમ મોદી તરફથી રામ વિરોધી ગણાવાયા બાદ રોહિણી આચાર્યે કહ્યું છે કે અમારા ઘરમાં જ રામની પૂજા થાય છે. બાળપણથી જ કોઈ કામ કરતા પહેલા ભગવાનની પૂજા કરીએ છીએ. માતાપિતાના આશિર્વાદ લઈએ છીએ. બિહાર બાલિકા ગૃહ કાંડને લઈને પણ રોહિણી આચાર્યે કહ્યું છે કે તેમને કહો, તે લોકો (ભાજપ) તો બહેન સીતાને પણ ગાળાગાળી કરાવી રહ્યા છે. આવી તો તે પાર્ટી છે. તે ભગવાન રામની શું થશે? ત્યાં (એનડીએ) ફેંકવાની હોડ લાગેલી છે.

રોહિણી આચાર્યે કહ્યું છે કે આ લોકો  તો માતા સીતાને પણ અપમાનિત કરાવે છે. બિહાર માતા સીતાની ધરતી છે અને અહીં આવીને મા-બહેનની ગાળ અપાવે છે. પીએમ મોદીના નીતિશ કુમારને અભિવાદન પર રોહિણી આચાર્યે કહ્યું છે કે નીતિશ કુમાર પહેલા જ તેમના ચરણમાં નતમસ્તક થઈ ચુક્યા છે. જનતાએ તો કાલે જોયું છે.

રામમંદિર મામલે આરજેડીના રાજ્યસભાના સાંસદ મીસા ભારતીએ કહ્યું છે કે અમે પણ હિંદુ છીએ, સનાતની છીએ. સમય કાઢીને પૂજા કરવા જઈશું. અયોધ્યાનું રામમંદિર કોઈ મોદીજી અથવા ભાજપનું થોડું છે. નીતિશ કુમાર તરફથી પીએમ મોદીના ચરણસ્પર્શ કરવાના આરોપ પર મીસા ભારતીએ કહ્યું છે કે આ તો આપણા સંસ્કારની વાત છે. બસ જોવાનું એ છે કે મોદીજી વયમાં મોટા છે કે નીતિશજી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code