કોહિમાઃ- તાજેતરમાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પહાડી રાજ્યમાં વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર ભેખડ ઘસી આવવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે નાગાલેન્ડમાં પણ મંગળવારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન દરમિયાન કોહિમા-દીમાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહાડો પરથી પડેલા ભારે ખડકોથી ત્રણ કાર કચડાઈ ગઈ હતી.
જાણકારી પ્રમાણે આ અકસ્માતમાં બે લોકોના મોત થયાના સમાચાર છે,આ સાથે જ આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ચુમૌકેદીમામાં પોલીસ ચેકપોસ્ટ પાસે બની હતી આ ઘટનાના એક પછી એક ભેંખડનો કાટમાળ બે કાર પર એક મોટો ખડક પડતો જોવા મળ્યો છે. બંને કાર ખડકોના વજનથી કચડાઈ ગઈ છે.
આ સહીત સ્થાનિક પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ઘાયલો પૈકી એક કારમાં ફસાઈ ગયો હતો. ઘણી જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે કોહિમા-દીમાપુર નેશનલ હાઈવે પર થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.