Site icon Revoi.in

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, ચાર મજૂરોના મોત

Social Share

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ખીણ વિસ્તારમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી ચાર મજૂરોના મોત થયા છે. તમામ મૃતકો નેપાળના રહેવાસી છે. ટિહરી જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) કમાન્ડર (કમાન્ડન્ટ) મણિકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે રૂદ્રપ્રયાગ જિલ્લાના ફાટા પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ચાર નેપાળી નાગરિકો કાટમાળ નીચે દટાયા હતા.

તેમણે જણાવ્યું કે, જિલ્લા કંટ્રોલ રૂમ રુદ્રપ્રયાગથી માહિતી મળ્યા બાદ, એસડીઆરએફની ટીમ ઈન્સ્પેક્ટર કરણ સિંહના નેતૃત્વમાં તરત જ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ડોલિયા દેવી રોડ બ્લોક હોવાથી ટીમ બે કિલોમીટર ચાલીને ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં ભારે વરસાદના કારણે જેસીબી મશીન પહોંચવું શક્ય બન્યું ન હતું. એસડીઆરએફના જવાનોએ જાતે જ ખોદકામ કરીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમે કાટમાળમાંથી ચાર મૃતદેહોને બહાર કાઢીને જિલ્લા પોલીસને સોંપ્યા હતા.

મિશ્રાના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ તુલ બહાદુર, પૂર્ણ નેપાળી, કિષ્ના પરિહાર, ચીકુ બુરાના ખરક બહાદુર તરીકે થઈ છે. બીજી બાજુ, ટિહરી જિલ્લામાં રાત્રે ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે, તહસીલ બાલગંગા ઘંસાલીના મહેસૂલ વિસ્તાર હેઠળના ગામ ગવલી બુધકેદારમાં પશુઓના નુકસાન અને રસ્તાઓ અને મકાનોને નુકસાન થયાની માહિતી છે. પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

 

#UttarakhandLandslide #HeavyRainfall #NaturalDisaster #Rudraprayag #NepaliWorkers #DisasterRelief #SDRFEfforts #LandslideTragedy