Site icon Revoi.in

હિમાચલપ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલનની મોટી ઘટના બની, 40 યાત્રીઓથી ભરેલી બસ સહીત અન્ય વાહનો પણ ફંસાયા, બચાવકાર્ય શરુ

Social Share

શિમલાઃ આજ રોજ બુધવારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બનવા પામી હતી. આ ઘટના  બાદ લગભગ 40 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ડેપ્યુટી કમિશનર સાદિક હુસૈને આ મામલે માહિતી આપી હતી. હિમાચલ પ્રદેશના સીએમ જય રામ ઠાકુરે પણ વિધાનસભા સત્ર દરમિયાન આ ઘટનાની પુષ્ટિ કરી છે. કિન્નોરમાં એક મહિનાની અંદોર અંદર આ બીજી મોટી ભૂસ્ખલનની ઘટના બનવા પામી છે.

જોકે, તેમણે કહ્યું કે અત્યાર સુધી આ ઘટના વિશે માત્ર માહિતી મળી છે. બસ સિવાય કેટલાક અન્ય વાહનો પણ દટાયેલા હોવાની શંકાઓ સેવાઈ રહી છે. એનડીઆરએફની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ સિવાય સ્થાનિક પ્રશાસન પણ બચાવ કાર્યમાં લાગ્યું છે. લોકોને બચાવવાની કામગીરી શરુ કરવામાં આવી ચૂકી છે.

મળતી માહિતી મુજબ હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ 40 મુસાફરો સાથે  કિન્નોરના રેકોન્જ પેઓથી શિમલા તરફ જઈ રહી હતી.ત્યારે આ ઘટના બની હતી આ બસમાં 40 જેટલા યાત્રીઓ સવાર હતા બસ સહીત કેટલાક બીજા વાહનો પણ દટાયા હોવાની શંકા છે.

એનડીઆરએફની સાથે સ્થાનિક બચાવ ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. સાદિક હુસેને એમ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી ખડકોમાંથી મોટા પથ્થરો પડવાને કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે.