નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયાના ઉત્તરમાં આવેલો દેશ પાપુઆ ન્યુ ગિની. જ્યાં ભયાનક ભૂસ્ખલન થયું છે. જેમાં ઓછામાં ઓછા 100 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. જોકે અધિકારીઓએ આ આંકડાની પુષ્ટિ કરી નથી, પરંતુ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના એક અહેવાલ મુજબ દ્વીપ રાષ્ટ્રના એન્ગા પ્રાંતના કાઓકલમ ગામમાં ભુસ્ખલન થયું હતું.
પાપુઆ ન્યુ ગિની એક વૈવિધ્યસભર, વિકાસશીલ રાષ્ટ્ર છે જેમાં 800 ભાષાઓ સાથે મોટાભાગે નિર્વાહ કરનારા ખેડૂતો છે. 10 મિલિયન લોકો સાથે, તે ઓસ્ટ્રેલિયા પછી સૌથી વધુ વસ્તી ધરાવતું દક્ષિણ પેસિફિક રાષ્ટ્ર પણ છે.