Site icon Revoi.in

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલને લઈને વાહનવ્યવહાર સ્થગિત, અમરનાથ યાત્રીઓને અહીં રોકવામાં આવ્યા

Social Share

શ્રીનગરઃ- દેશભરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે હાલત કફોડી બની છએ રસ્તાઓ અવરોઘિત બન્યા છે તો વળી ઠેર ઠેર પાણી ભરાયા છએ જો પહાડી વિસ્તારોની વાત કરવામાં આવે તો અહી ભેંખડ ઘસી આવવાની ઘટનાઓ સામે આવી છએ ત્યારે આજરોજ જમ્મુ શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલલની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રીઓને પણ રોકવામાં આવ્યા છએ,માહિતી ણળી રહી છે કે જમ્મુના બેઝ કેમ્પથી શનિવારે સવારે 3 હજારથી વધુ અમરનાથ યાત્રીઓનો સમૂહ કાશ્મીર જવા રવાના થયો હતો પરંતુ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગને બંધ કરીને સત્તાવાળાઓ દ્વારા રામબન ખાતે જ તેઓને રોક્યા છે.

વધુ વિગત અનુસાર જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 270 કિમીના મેહર અને દલવાસ વિસ્તારોમાં વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે. કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો તે એકમાત્ર  માર્ગ છે. શનિવારની વહેલી સવારે, 3 બજાર 472 યાત્રાળુઓની 20મી બેચ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 132 વાહનોમાં કાશ્મીર જવા રવાના થઈ હતી પરંતુ હાઈવે બંધ થવાને કારણે ચંદ્રકોટ ખાતે રોકવામાં આવ્યા હતા.આમાંથી 2,515 તીર્થયાત્રીઓએ અનંતનાગ જિલ્લામાં પહેલગામ રૂટ દ્વારા અમરનાથ ગુફાના દર્શન માટે નોંધણી કરાવી છે, જ્યારે 957 શ્રદ્ધાળુઓ ગાંદરબલ જિલ્લામાં બાલટાલ રૂટથી અમરનાથ પહોંચશે.

ઉલ્લેખનીય છે કે  1 જુલાઈથી દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટર લાંબી અમરનાથ ગુફાની યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીને વંદન કર્યા છે.માત્ર 20 દિવસમાં 3 લાખથી વધુ યાત્રીઓએ યાત્રા કરી છે આ વખતે સરકારે સુવિધાઓ પર પુરતું ધ્યાન આપ્યું છે સાથે જ સુરક્ષા પણ ખૂબ જ કડક ગોઠવવામાં આવી છે.