- હિમાચલ પ્રદેશમાં વરસાદનો પ્રકોપ
- કેટલીક જગ્યાએ ભૂસ્ખલની ઘટનાઓ
- વાહનો પાણીમાં અટવાયા
- જનજીવર પર પડી રહી છે અસર
દિલ્હીઃ- દેશમાં લાંબા વિરામ બાદ ફરી ચોમાચાનું આગમન થયેલું જોવા મળે છે, દેશના અનેક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે હિમાચલ પ્રદેશમાં વરસતા વરસાદને લઈને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે.આજ રોજ સોમવારે હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદને કારણે કહેર સર્જાયો છે. મેકલોડગંજ નજીક ભાગસૂનાગ ખાતે, રસ્તા પર પાણીનાં પૂરને લીધે ડ્રેઇન ઓવરફ્લો થવાને કારણે રસ્તાઓ પણ પાણીવો વધારો થયો હતો, આ પાણી પાર્કિંગની જગ્યામાં આવી જતા વાહનો પાણીમાં તણાતા જોવા મળ્યા છે. અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે.
હિમાચલ પ્રદેશમાંવરસાદની આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જિલ્લા કુલ્લુમાં ચોમાસાનો પ્રથમ મુશળધાર વરસાદ વરસ્યો છે. સોમવારે વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે જિલ્લામાં જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે.
આ સાથે જ પગલનાળામાં પૂરના કારણે ઓટ-લારજી-સેંજ માર્ગ બંધ થયો હતો. અહીં શાકભાજીની સાથે કોર્પોરેશન બસો અને અન્ય વાહનો ફસાયેલા જોવા મળ્યા છે. ભૂસ્ખલનના કારણે જિલ્લાના 15 થી વધુ રસ્તાઓ અવરોધિત થયા છે. તે જ સમયે, હિમાચલ માર્ગ પરિવહન નિગમની ચાર બસો અટવાયેલી જોવા મળે છે.
આ સહીત બ્યાસ, પાર્વતી, સરવરી ખડ સહિત જિલ્લાની નદી નાળાઓમાં પાણીવો પ્રવાહ વધ્યો છે. પ્રથમ ચોમાસાના વરસાદમાં કુલ્લુ શહેર પાણીથી ભરાય ચૂક્યું છે. રસ્તાઓ ઉપર વિવિધ સ્થળોએ પાણીના તળાવ બનવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ વરસતા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માગોલ જોવા મળ્યો છે, જગતના તાત વરસાદના આગમનને લઈને ઉત્સાહિત બન્યા છે, વાવણી બાદ વરસાદની રાહ જોતા ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.