Site icon Revoi.in

લેપટોપ અથવા કમ્પ્યુટર સ્લો થઈ ગયું છે,બ્રાઉઝરમાં આ સેટિંગ કરો, મળશે રોકેટ જેવી સ્પીડ મળશે

Social Share

જો તમે લેપટોપ અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો, તો પછી તમે કોઈને કોઈ સમસ્યા તો જોઈ જ હશે. સમસ્યા એ છે કે તે સ્લો ચાલવું.તમને લાગ્યું હશે કે તમારું લેપટોપ ક્યારેક લાંબા સમય માં જવાબ આપે છે. જ્યારે તમે લેપટોપ પર ફાઇલ ખોલો છો અથવા બ્રાઉઝર ખોલો છો, ત્યારે તે ખૂબ મોડું ખુલે છે.

જો કે કોમ્પ્યુટરની સ્લોનેસ ઘણા કારણોસર હોઈ શકે છે,પરંતુ તેની પાછળનું એક મોટું કારણ આપણા બ્રાઉઝરમાં લોડ થતી માહિતી છે.જ્યારે આપણે ઈન્ટરનેટ દ્વારા કંઈપણ ચલાવીએ છીએ ત્યારે તે બ્રાઉઝરમાં સેવ થઈ જાય છે અને આ ડેટા ધીમે ધીમે આપણા લેપટોપને ધીમું કરે છે.

લેપટોપની સ્પીડ જાળવી રાખવા માટે તમારે બ્રાઉઝરમાંથી કેશ, કૂકીઝ અને હિસ્ટ્રીને સમયાંતરે ડિલીટ કરવી જરૂરી છે.આ પીસીમાં હાજર રીડન્ડન્ટ ડેટાને દૂર કરે છે, જે સિસ્ટમની પ્રોસેસિંગ પાવરને વધારે છે.તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કોઈની મદદ વગર તમારા બ્રાઉઝરને જાતે જ કેવી રીતે સાફ કરી શકો છો.

ગૂગલ ક્રોમ પર આ સેટિંગ કરો

સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલો અને ઉપરના જમણા ખૂણે ત્રણ બિંદુઓ પર ક્લિક કરો.

તમારી સામે એક લિસ્ટ આવશે, જેમાં તમારે More Tools ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

હવે બ્રાઉઝિંગ ડેટા પર જાઓ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી, ડાઉનલોડ હિસ્ટ્રી, કૂકીઝ અને અન્ય સાઇટ ડેટા માટેના તમામ બોક્સને ચેક કરો.

હવે તમે એ જ બોક્સમાં બનાવેલા ટાઈમ સેક્શનમાંથી પસંદ કરી શકો છો કે તમે કેટલી હિસ્ટ્રી કાઢી નાખવા માંગો છો.

પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે કેશ મેમરી ડિલીટ કરી રહ્યા છો તો ઓલ ટાઈમ સિલેક્ટ કરો.

હવે છેલ્લા સ્ટેપમાં, ક્લિયર ડેટાના બટન પર ક્લિક કરો.