Site icon Revoi.in

લેપટોપને શરૂ થતા વધારે સમય લાગે છે? તો હવે એવું નહીં થાય, જાણો કેવી રીતે

Social Share

આજના સમયમાં મોટાભાગના કામ લોકો લેપટોપ પર કરતા હોય છે, મોટા ભાગના લોકોને લેપટોપ વગર ચાલતું પણ નથી આવામાં જો વાત કરવામાં આવે લેપટોપના શરૂ થવાના સમયની તો કેટલાક લેપટોપ એવા પણ હોય છે કે જેને શરૂ થતા વધારે સમય લાગે છે અને સમયનો પણ બગાડ થાય છે.

જો હવે લેપટોપને શરૂ કરવામાં વધારે સમય ન બગાડવો હોય તો તે તેના માટે પણ ટ્રીક છે. હવે લેપટોપના સેટિંગ્સમાં થોડો ફેરફાર કરો છો, તો તેનું લિડ એટલે કે ઢાંકણ બંધ કર્યા પછી પણ તે સ્લીપ મોડ પર નહીં જાય અને સ્ક્રીન પણ ચાલુ રહેશે. ખાસ વાત એ છે કે આ ટ્રિક MacBook અને Windows બંને લેપટોપ પર કામ કરશે.

જો વાત કરવામાં આવે સ્ટેપ્સની તો MacBook ખોલો અને ઉપર ડાબી બાજુએ Apple ચિહ્ન પર ક્લિક કરો અને પછી System Preferences પસંદ કરો. તે પછી વિન્ડોની ડાબી બાજુએ Battery અને પછી power Adapter ટેબ પર ક્લિક કરો. તેના પછી, “Turn display off after” સેક્શન પર જાઓ અને સ્લાઇડરને જમણી તરફ ખેંચી Never કરી દો. જ્યારે ડિસ્પ્લે બંધ હોય ત્યારે કમ્પ્યુટરને સ્લીપ મોડમાંથી આપમેળે રોકવા માટે ચેકબોક્સને ક્લિક કરો. Windows Laptop યુઝર્સ આ રીતે બદલો સેટિંગ્સ

તમારું ડિવાઈસ ખોલો અને Control Panel પર જાઓ. અહીં સર્ચ બોક્સમાં “Power” ટાઈપ કરો અને પછી Power Options પર ક્લિક કરો. ડાબી બાજુની નેવિગેશન પેનલમાં, Choose what closing the lid does પર ક્લિક કરો. તમે પાવર અને સ્લીપ બટનો અને લિડ સેટિંગ્સ જોશો. અહીં When I close the lid સેટિંગ જોશો. અહીં બે ઓપ્શન બેટરી ચાલુ હોવા પર અને પ્લગ ઇન કરતા સમય મળશે, તમે અહીં કોઈ એક અથવા બંન્નેને Nothing પર સેટ કરી શકો છો. ફેરફારો Save કરો.