પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ, ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને મળ્યો લાભ
ગાંધીનગરઃ 2019માં કેન્દ્ર સરકારે અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બૅન્ક ખાતામાં વાર્ષિક ₹6000ની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું છે. […]