- મોટી વિમાન દૂર્ઘટના ટળી
- બેંગકોકથી દિલ્હી આવેલી વિસ્તારા ફલાઈટનું એન્જીન ફેલ
- તમામ યાત્રીઓ સુરક્ષિત
દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી વિમાનની ઈમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છએ ,ક્યારેક એન્જીન ફએલ થવાનાન કારણે તો ક્યારેક આગ વાગવાના કારણે આવા અનેક કારણોસર આવી ઘટનાઓ બનતચી જોવા ણળી છે ત્યારે આજરોજ ફરી એક વિમાનની મોટી દૂર્ઘટના ટળી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે બેંગકોકથી દિલ્હી પરત ફરી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.જો કે ગૂર્ફ્લાઘટના ટળી છે અને ઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
એન્જીન ફેલ થવાના રિપોર્ટ વચ્ચે વિસ્તારાએ નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં, વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં લેન્ડિંગ કર્યા પછી, પાર્કિંગ બે પર અમારી ફ્લાઇટ UK 122 (BKK-DEL) માં નાની વિદ્યુત ખામી જોવા મળી હતી.જો કે તમામે તમામ યાત્રીઓ સહીસલામત છે.
, મુસાફરોની સલામતીને રાખીને વિમાનને ટો કરીને લઈ જવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફ્લાઈટમાં ટેક્નિકલ નિષ્ફળતાનો આ પહેલો કેસ નથી. આ તકનીકી ખામીઓને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે સ્પાઇસજેટને ઈજે જ નોટિસ આપીને જવાબ આપવા જણાવ્યું છે. છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટની અલગ-અલગ ફ્લાઈટોમાં આવી 8 ઘટનાઓ સામે આવી છે