Site icon Revoi.in

ક્રોએશિયામાં જનસંખ્યાનું મોટુ સંકટ, વસ્તી ઓછી ન થાય તે માટે 12 રૂપિયામાં વેચાઈ રહ્યા છે ઘર

Social Share

દિલ્લી: વિશ્વમાં કેટલાક દેશો એવા છે કે જ્યાં વસ્તી વધારો એને લોકો સમસ્યા માને છે, તો કેટલાક દેશો એવા પણ છે કે કે જ્યાં વસ્તી ન વધી રહી હોવુ એ મોટી સમસ્યા છે. આવા દેશોમાં એક દેશ છે ક્રોએશિયા કે જ્યાં વસ્તી ઓછી ન થઈ જાય તે માટે 12 રૂપિયામાં ઘર વેચાઈ રહ્યા છે.

ક્રોએશિયાનું લેગ્રાડમાં હાલ માત્ર 2,241 લોકો રહે છે. જ્યારે ભારતની વાત કરીએ તો સામાન્ય રીતે આટલા વિસ્તારમાં લાખોની સંખ્યામાં વસ્તી રહેતી હોય છે. મૂળે ક્રોએશિયાના ઉત્તરના વિસ્તારમાં એક શહેર છે- લેગ્રાડ. તે 62 ચો. કિ.મી.માં ફેલાયેલું છે.

શહેરના મેયર ઇવાન સાબોલિક જણાવે છે કે શહેરમાં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી નહિવત છે. જોકે, શહેરની વસતી ઘટે નહીં તે માટે ખાલી પડેલા મકાનો એક કુના (અંદાજે 12 રૂ.)માં વેચવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધીમાં 17 મકાન વેચાઇ પણ ગયા છે પણ ખરીદદારોને એગ્રીમેન્ટ સાથે જ મકાન વેચાઇ રહ્યા છે, જે અંતર્ગત તેમણે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી શહેરમાં રહેવું પડશે.

લેગ્રાડની સરહદ હંગેરી સાથે જોડાયેલી છે. ચારેય તરફ જંગલ છે. અંદાજે 100 વર્ષ પૂર્વે એસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્ય તૂટ્યા બાદ અહીં વસતી ઘટી રહી છે. તાજેતરમાં 19 પરિવાર ઘર છોડીને રાજધાની જાગ્રેબમાં શિફ્ટ થયા છે. કેટલાક ઘર તૂટી ચૂક્યા છે તો કેટલાક જર્જરિત સ્થિતિમાં છે. કોઇ આ મકાનો ખરીદવા ઇચ્છે તો વહીવટીતંત્ર મકાનો રિપેર પણ કરાવી આપશે.

આ સ્થળો પર વહીવટી તંત્ર નવેસરથી જિંદગી શરૂ કરવા 35 હજાર કુના એટલે કે અંદાજે 3 લાખ રૂ. પણ અપાશે.