1. Home
  2. ગુજરાતી
  3. છત્તીસગઢ-તેલંગણા બોર્ડર પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી સાથે 10 લોકોની ધરપકડ કરાઈ
છત્તીસગઢ-તેલંગણા બોર્ડર પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી સાથે 10 લોકોની ધરપકડ કરાઈ

છત્તીસગઢ-તેલંગણા બોર્ડર પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી સાથે 10 લોકોની ધરપકડ કરાઈ

0
Social Share
  • છત્તીસગઢ તેલંગણા બોર્ડર પાસે 10 લોકોની અટકાયત
  • મોટો વિસ્ફોટ કરવાની યોજના હતી
  • મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ

રાયપુરઃ- છત્તીસગઢ નક્સલીઓ માટે જાણીતો વિસ્તાર છે અહી અવાર નવાર નક્સલી હુમલાઓ થતા હોય છે ત્યારે વિતેલા દિવસને સોમવારે  તેલંગાણા-છત્તીસગઢ બોર્ડર પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે આ બબાતે તેલંગણા પોલીસને નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મળી છે.

જાણકારી પ્રમાણે સુરક્ષા દળે ભદ્રડી જિલ્લાના કોઠાગુડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નક્સલીઓની વિસ્ફોટક સામગ્રી સાથે 10 નક્સલી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના કબજામાંથી 500 ડિટોનેટર, કાર્ડેક્સ વાયરના 90 બંડલ, બોલેરો વાહન, ટ્રેક્ટર સાથે બે મોટરસાઇકલ અને અન્ય સામગ્રી મળી આવી છે.એવું કહેવાી રહ્યું છે કે  આટલી મોટી માત્રામાં વિસ્ફોટક મોટા માઓવાદી નેતાઓ માટે લઈ જવામાં આવી રહ્યા હતા.

આ વિસ્ફોટક છત્તીસગઢ અથવા તેલંગાણામાં હુમલા માટે ઉપયોગમાં લેવાના હતા તે પણ સામે આવ્યું છે. આ વર્ષના સૌથી મોટા નક્સલી હુમલાની તૈયારી કરાઈ હતી જો કે પોલીસે તેમના નાપાક ઈરાદાઓ પણ પાણી ફેરવ્યું હતું.

પકડાયેલા નક્સલવાદીઓમાં પાંચ બીજાપુરના રહેવાસી છે. તેલંગાણાની ભદ્રડી કોટ્ટાગુડેમ પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે.તેલંગાણા પોલીસના જણાવ્યા મુજબ સોમવારે દુમગુડેમ પોલીસ, CRPF 141 બટાલિયનની એક ટીમ મુલકનાપલ્લી જંગલ વિસ્તારના દુમગુડેમ મંડલમાં ઓપરેશન પર હતી.

આ દરમિયાન બોલેરો વાહનમાંથી 10 લોકો ટ્રેક્ટરમાં વિસ્ફોટક સામગ્રી લઈને જતા જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન જંગી જથ્થામાં લાવવામાં આવેલા વિસ્ફોટકો અંગે કોઈ દસ્તાવેજો આપી શક્યા નથી.ત્યાર બાદ તપાસ હાથ ઘરી તો આ વિસ્ફોટક સામગ્રીનો પર્દાફાશ થયો હતો.જે 10 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી, તેમાંથી 5 પ્રતિબંધિત CPI-માઓવાદી પક્ષના કુરિયર હોવાની પુષ્ટિ થઈ હતી અને બાકીના 5 પ્રતિબંધિત માઓવાદી પક્ષના સભ્યો છે.

ધરપકડ કરાયેલા નક્સલવાદીઓએ પોલીસને જણાવ્યું કે આ તમામ દારૂગોળો મોટા માઓવાદી નેતાઓએ મંગાવ્યો હતો. તેઓ તેને પોતાની પાસે લઈ જતા હતા. તેનો ઉપયોગ હુમલા માટે થવાનો હતો. ભદ્રડી કોટ્ટાગુડેમ પોલીસે જણાવ્યું કે આ તમામની પૂછપરછમાં ઘણા ખુલાસા પણ થયા છે. તેમની પાસેથી મળી આવેલા ગનપાઉડરની કિંમત લાખોમાં  આંકવામાં આવી રહી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code