નવી દિલ્હી: બેંગલુરુની જેલમાં આતંકવાદી બનાવવાના ખેલને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સાત રાજ્યોના 17 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. આ મામલામાં એનઆઈએ એક વર્ષથી તપાસ કરી રહી છે. લશ્કરે તૈયબાના આતંકવાદી ટી. નસીર પર આરોપ છે કે તે બેંગલુરુ સેન્ટ્રલ જેલની અંદર પણ કેદીઓને આતંકવાદી બનાવવામાં લાગેલો હતો. આ સિવાય બેંગલુરુ કાફે બ્લાસ્ટ મામલામાં પણ એનઆઈએ તપાસમાં લાગેલી છે. જાણકારી પ્રમાણે, બેંગલુરુમાં ઘણાં સ્થાનો પર એનઆઈએ દ્વારા દરોડા પાડયા છે. 17 લોકેશન પર હજીપણ સર્ચ ઓપરેશન ચલાવાય રહ્યું છે. જણાવવામાં આવે છે કે બેંગલુરુ બ્લાસ્ટના તાર પણ આ રેડિકલાઈઝેશનના રેકેટની સાથે જોડાયેલા હોઈ શકે છે.
બેંગલુરુની જેલમાં હથિયાર અને વોકી ટોકી મળ્યા બાદ બેંગુલુરુ સિટી પોલીસે જુલાઈ-2023માં એક કેસ નોંધ્યો હતો. જેલમાંથી 7 પિસ્તોલ, 4 હેન્ડગ્રેનેડ અને 45 જીવતા કારતૂસ જપ્ત થયા હતા. તેવામાં સ્પષ્ટ થઈ ઘયું છે કે શુક્રવારે બેંગલુરુના ફેમસ કેફેમાં થયેલા બ્લાસ્ટનું કનેક્શન પ્રિઝનર રેડિકલાઈઝેશન સાથે પણ છે.
સોમવારે જ એજન્સીને રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસ સોંપવામાં આવ્યો છે અને એક દિવસ બાદ જ એનઆઈએ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જેલમાં આતંકવાદી બનાવવાના મામલામાં એનઆઈએએ પહેલા જ આઠ લોકો વિરુદ્ધ ચાર્જશીટ પાઈલ કરી હતી ને તેમાં ટી. નસીર પણ સામેલ છે. ત્યારે બે શંકાસ્પદો ફરાર પણ છે.
મહત્વપૂર્ણ છે કે નસરી કેરળના કન્નૂરનો વતની છે. 2013થી જ તે બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. તો આ મામલામાં આરોપી જુનૈદ અહમદ અને સલમાન ખાન વિદેશ ભાગી ગયા. આ બંનેને નસીરે જેલમાં જ આતંકી બનાવી દીધા હતા. આ સિવાય પણ ઘણાં કેદીઓ નસીરના સંપર્કમાં હતા. તેમા સૈયદ સુહૈલ ખાન, મોહમ્મદ ઉમર, ઝાહિદ તબરેજ, સૈયદ મુદાસિર પાશા, મોહમ્મદ ફૈસલ રબ્બાનીનું નામ સામેલ છે. આ પાંચેય લોકોની વિરુદ્ધ ચાર્જશીટમાં એજન્સીએ વધુ કેટલાક આરોપો લગાવ્યા છે. તેમની વિરુદ્ધ યુએપીએ, વિસ્ફોટક પદાર્થ કાયદો અને આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
એનઆઈએએ જણાવ્યું હતું કે નસીર કોઈ પ્રકારે આ બધાંને પોતાની બેરેકમાં શિફ્ટ કરાવતો હતો. તેના પછી તેમને આતંકી બનાવવા અને માઈન્ડવોશ કરવામાં લાગી જતો હતો. તેના પછી આ લોકોને પણ અન્ય લોકોને લશ્કરે તૈયબામાં સામેલ કરાવવા માટે તૈયાર કરી દેતો હતો. જુનૈદ જેલમાંથી છૂટયા બાદ કેટલાક અન્ય અપરાધોમાં પણ સામેલ થયો અને પછી વિદેશ ભાગી ગયો. જાણકારી મુજબ, તે વિદેશથી લશ્કરે તૈયબાની આતંકી ગતિવિધિઓ માટે ફંડિંગ કરે છે. તેના સિવાય સલમાન સાથે મળીને તે હથિયાર અને દારૂગોળો સપ્લાય કરાવે છે, જેથી આત્મઘાતી હુમલા કરાવી શકે.