- કોરોના બાદ નાઈજીરિયામાં લાસા ફિવરનો પ્રકોપ
- વિશ્વ માટે બની શકે છે આ નવો પડકાર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે જો કે વિશ્વના ઘણા દેશઓમાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા પણ જોવા મળ્યા છે ત્યારે કોરોના મહામારીની સ્થિતિમાં વધુ ેક પડકાર સામે આવી શકે છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોરોના મહામારી વચ્ચે નાઈજીરિયામાં ઝડપથી ફેલાઈ રહેલો લાસા તાવ વિશ્વ માટે એક નવો પડકાર ઉભો કરી શકે છે. નાઈજીરીયા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા મુજબ, નાઈજીરીયામાં આ વર્ષે 88 દિવસમાં લાસા નામક ફિવરથી 123 લોકોના મોત થયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 659 લોકોમાં ચેપની પુષ્ટિ થઈ છે.
બ્રિટનમાં પણ બે દર્દી મળી આવ્યા જેમાં 1 નું મોત
આ સાથે જ હવે આ ફિવરના બ્રિટનમાં બે દર્દીઓ મળી આવ્યા છે જ્યારે એકનું મોત થયું છે. લાસા ફિવર પર કાબુ મેળવનારા 25 ટકા દર્દીઓમાં બહેરાશ પણ જોવા મળે છે. આમાંથી અડધા દર્દીઓ એકથી ત્રણ મહિનામાં ફરી સાંભળવાની ક્ષમતા ગુમાવે છે.
જાણો કઈ રીતે ફેલાય છે આ વાયરસ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે , લાસા તાવ એ લસા વાયરસના કારણે થતો તીવ્ર વાયરલ હેમરેજિક તાવ છે. લસા એરેનાવાયરસ સાથે સંબંધિત છે, જે વાયરસના પરિવાર છે. વ્યક્તિ સામાન્ય રીતે આફ્રિકન મલ્ટિમેમેટ ઉંંદરોથી આવે હોય છે. ઉંદરોના યુરિન અને ગંદકીથી સંક્રમિત ઘરની વસ્તુઓ કે ખાદ્યપદાર્થો દ્રારા આ રોગ ફેલાવે છે.
નાઈજીરિયામાં લાસા ફિવરનો વર્તાયો કહેર
આ દેશમાં 21થી લઈને 30 વર્ષની આયુ ધરાવતા લોકો સંક્રમિત થી રહ્યા છે,આ સાથે જ 45 જેટલા આરોગ્ય કર્મીઓ પણ આ વા.રસની ઝપેટમાં આવી ચૂક્યા છે,કુલ 36 રાજ્યોમાંથી 23 રાજ્યોમાં આ વાયરસના દર્દીઓ નોંધાઈ રહ્યા છે જેમાં જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી 18.7 ટકા મ-ત્યુ દર નોંધાયો છે.
આ વાયરસમાં 80 ટકા લોકોમાં લક્ષણો જ દેખાતા ન હતા
ડબ્લ્યુએચઓના જણાવ્યા પ્રમાણે, લાસા તાવથી સંક્રમિત 80 ટકા લોકોમાં ચેપના કોઈ લક્ષણો દેખાતા નથી. ચેપગ્રસ્ત પાંચમાંથી એકને ગંભીર પીડા થાય છે. પુરાવા મળ્યા છે કે શરીરના મુખ્ય અંગો, લીવર, બરોળ અને કીડની વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત છે. ગંભીર દર્દીઓમાં મૃત્યુનું કારણ અંગ નિષ્ફળતા છે.