Site icon Revoi.in

કોર્પોરેટ આવકવેરો ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર સુધી લંબાવાઈ

Social Share

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે, આકારણી વર્ષ 2024-25 માટે કોર્પોરેટ દ્વારા આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 દિવસ વધારીને 15 નવેમ્બર કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ, આને લગતું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, 31 ઓક્ટોબરની સમયમર્યાદા લંબાવવામાં આવશે. સીબીડીટી મુજબ, આકારણી વર્ષ 2024-25 (વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 માટે કોર્પોરેટ્સના આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે) માટે નવી અંતિમ તારીખ હવે 15 નવેમ્બર, 2024 છે. નોંધનીય છે કે, અગાઉ સપ્ટેમ્બરમાં સીબીડીટીએ આવકવેરા ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની સમયમર્યાદા સાત દિવસ વધારીને 7 ઓક્ટોબર કરી હતી.