વિતેલા મહિના ઓગસ્ટમાં જથ્થાબંઘ ફૂગાવો પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે ,-0.52 ટકા રહ્યો
દિલ્હીઃ- ઓગસ્ટમાં WPI ફુગાવો વધીને -0.52 ટકા ની 5 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. વાણિજ્ય મંત્રાલય દ્વારા આજરોજ ગુરુવારે જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ઓગસ્ટમાં સતત પાંચમા મહિને જથ્થાબંધ ભાવો મંદીના વલણમાં રહ્યા હતા.
જોકે, જથ્થાબંધ ભાવ સૂચકાંક ફુગાવો -0.52 ટકાની પાંચ મહિનાની ટોચે પહોંચ્યો હતો. જથ્થાબંધ ફુગાવાના આંકડા આંકડા મંત્રાલયે 12 સપ્ટેમ્બરે ઓગસ્ટ માટે ગ્રાહક ભાવ સૂચકાંકડેટા જાહેર કર્યાના બે દિવસ બાદ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઑગસ્ટમાં, ખાદ્ય ચીજોનો જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં 7.75 ટકાથી ઘટીને 5.62 ટકા થયો હતો. ઓગસ્ટમાં પ્રાથમિક વસ્તુઓનો જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં 7.57 ટકાથી ઘટીને 6.34 ટકા થયો હતો. તે જ સમયે, ઇંધણ અને વીજળીનો જથ્થાબંધ ફુગાવો -12.79 ટકાથી વધીને -6.03 ટકા થયો છે. કોર ફુગાવાનો દર -2.2 ટકા પર યથાવત છે.
જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર -1.36 ટકા હતો. જો કે, CPI નો સામાન્ય ઇન્ડેક્સ ઓગસ્ટમાં મહિને દર મહિને 0.1 ટકા ઘટ્યો હતો, જ્યારે WPIનો ઓલ-કોમોડિટી ઇન્ડેક્સ 0.3 ટકા વધ્યો હતો. ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવમાં વધારો થવાનું કારણ ઈંધણ અને વીજળીના ભાવમાં વધારો હતો. જ્યારે આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે ફુગાવાનો દર શૂન્યથી નીચે રહ્યો છે.
આ સહીત ઈંધણ અને પાવર ઈન્ડેક્સ ફુગાવો MoM આધારે 3 ટકા હતો. તેવી જ રીતે ઉત્પાદિત માલનો ફુગાવો પણ ઓગસ્ટમાં માઈનસ -2.37 ટકા રહ્યો હતો. જો કે, આ કેટેગરીઝ માટેનો ઇન્ડેક્સ MoM ધોરણે 0.1 ટકા વધ્યો હતો, જે ઉપરના ભાવનું દબાણ દર્શાવે છે.