Site icon Revoi.in

લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ હોસ્પિટલમાં દાખલ,પુત્રએ આપી માહિતી

Social Share

મુંબઈ:લતા મંગેશકરના નાના ભાઈ સિંગર હૃદયનાથ મંગેશકરને અચાનક તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.નોંધનીય છે કે ગત સાંજે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.દરમિયાન હૃદયનાથના પુત્ર આદિનાથ મંગેશકરે માહિતી આપી હતી કે,તેમના પિતા બીમાર હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હ્રદયનાથને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવ્યા હતા તે અંગે હાલમાં તેમણે કોઈ ખુલાસો કર્યો નથી.

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડના ઉદ્ઘાટન સમારોહમાં સભાને સંબોધતા આદિનાથે તેમના પિતાના હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી આપી હતી. માસ્ટર દીનાનાથના 80માં સ્મૃતિ દિવસ પર 24મી એપ્રિલે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુંબઈના સન્મુખાનંદ હૉલમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અગાઉ આ એવોર્ડ લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરના નામે હતો જે હવે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડમાં બદલાઈ ગયો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, તેઓ 24 એપ્રિલે આ સન્માન મેળવવા માટે મુંબઈ પહોંચી રહ્યા છે.