હિમાચલ પ્રદેશમાં વરસાદની તબાહી વચ્ચે મોડી રાત્રે ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ
શિમલાઃ- દેશભરના પહાડી રાજ્યોમાં વરસાદી આફત વર્તાઈ રહી છે અનેક જગ્યાઓએ ભૂસ્ખલ જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હિમાચલ પ્રદેશમાંમ પણ કંઈક આવી જ સ્થિતિ છે વરસતા વરસાદે રાજ્યમાં કહેર ફેલાવ્યો છએ તો બહીજી તરફ વરસાદની સ્થિતિ વચ્ચે બુધવારની રાત્રીએ હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકાો અનુભવાયા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 નોંધવામાં આવી હતી. લાહૌલ સ્પીતિમાં આંચકાના કારણે અચાનક ઘરો ધ્રૂજવા લાગ્યા. લોકો ભયભીત થઈ ગયા, તેઓ ઘરની બહાર નીકળવા લાગ્યા જો કે આ પહેલી વખત નથી કે આવા આંચકાઓ આવ્યા હોય આ પહેલા અનેક વખત એહી આ પ્રકારના આચંકાઓ નોંધાઈ ચૂક્યા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે બુધવારે હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારતીય સમયાનુસાર રાત્રે 11 વાગ્કયેને 20 મિનિટે આ આંચકા અનુભવાયા હતા. જો કે, આના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આચંકાઓ સામાન્ય હતા પરંતુ લોકોએ તેને ઘ્રુજારી અનુભવી હતી.
શા માટે આવે છે ઘરતીકંપ જાણો અહીં
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માની લઈએ છીએ.