- ભરુચની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના
- 15 લોકો જીવતા ભુંજાયા
ભરુચઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશની કેટલીક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની એક પછી એક ઘટના સામે આવી રહી છે, ત્યારે આજે મોડી રાતે અંદાજે 12 અને 30 વાગ્યે આસપાસ ભરુચની વેલફેર હોસ્પિટલમાં ભયંકર આગ લગાવાની ઘટના બનવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરુચ જીલ્લાની ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચ જીલ્લાના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહીં હતી, જ્યા મોડી રાતે અચાનક કોવિડના વોર્ડમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, દર્દીઓ સહીત સગાઓ તથા ડોક્ટર અને સ્ટાફ પોતાના જીવ બચાવવા આમતેમ ભાગી રહ્યા હતા.રાત હોવાથી મોટા પ્રમાણના દર્દીઓ સુતા હતા અને સુતા સુતા જ મોત વ્હાલું થયું હતું,આ ઘટનામાં ગંભીર દ્રશ્યો સર્જાયા છે,આસપાના લોકો તાત્કાલિક ઘટના સ્થળે મદદે આવી પહોચ્યા હતા.
આ ઘટનામાં અત્યાર સુધી 15 લોકો જીવતા ભુંજાયા હોવાની માહિતી મળી રહી છે, જો કે આગે એટલું મોટું સ્વરુપ ઘારણ કર્યું હતું કે, નજરે જોનારા સૌ કોઈનો હોંશ ઉડી ગયા હતા,ઘટનાની જાણ થતા જ ફાયરના જવાનો ઘટના સ્થળે આવીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ઘર્યા હતા.જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
સાહિન-