ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં મોડી રાતે ફાયરિંગની ઘટના – 2 ના મોત, 6 લોકો ઘાયલ
- ઈઝરાયેલના તેલ અવી શરેહની ઘટના
- મોજી રાતે અંઘાઘુન ફાયરિંગ કરાયું
- 2 લોકોના થયા મોત
- 6 લોકો થયા ઈજાગ્રસ્ત
દિલ્હીઃ- ઈઝરાયેલ એક એવો દેશ છે કે જ્યાં સતતહુમલાો જેવી ઘટનાઓ બનતી હોય છે, ા સાથે જ ફાયરિંગ થવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે, ત્યારે હવે ફરી વિતેલી મોડી રાતે ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં અંધાધુન ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે.
જાણકારી પ્રમાણે ઇઝરાયેલના તેલ અવીવ શહેરના ડિઝેન્ગોફ સ્ટ્રીટ વિસ્તારમાં ગુરુવારે રાત્રે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. નજીકની ઇચિલોવ હોસ્પિટલે જાણકારી આપ્યા પ્રમાણે આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને છ ગંભીર રીતે ઘાયલ થયા. જો કે આ ફાયરિંગની ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
જો કે મોડી રાતે બનેલી આ ફાયરિંગની ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે,આ સાથે જ જ્યાં ગોળી ચલાવવામાં આવી તે વિસ્તાર ખૂબ જ ભીડભાડથી ભરેલો છે. અહીં ઘણી રેસ્ટોરન્ટ અને બાર આવેલા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અહીં સ્થિત આર્મી હેડક્વાર્ટરમાં હાજર વડાપ્રધાન નફતાલી બેનેટ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.જો કે ઘટના પાછળનું કારણ હાલ અકબંઘ છે.