- આસામમાં ફરી ઘરા ઘ્રુજી
- એક બાદ એક કુલ 6 વખત આવ્યા અંચકા
દિલ્હીઃ-આસામના સોનીતપુરમાં મોડી રાતે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 12 વાગ્યા પછી ભૂકંપના એક પછી એક આંચકા 6 વખત અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે 4.6, 2.7, 2.3 અને 2.7 નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ આસામ રાજ્યમાં રાતે 12ને 24 મિનિટે, 1ને 10 મિનિટે , બપોરે 1ને 20 મિનિટે , 1 ને 41 નિમિટે, અને છેલ્લો આંચકો 1ને 52 તથા અઢી વાગ્યે આસપાસ આવ્યો હતો. સિસ્મોલોજીના નેશનલ સેન્ટરએ ભૂકંપની પુષ્ટિ કરી છે.
વિતેલા દિવસને બુધવારે સવારે આસામના ગુવાહાટીમાં આંચકા અનુભવાયા હતા. તેજપુર અને સોનીતપુરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 ની નોંધાઈ હતી. ભૂકંપ આવતા લોકો ગભરાઈને ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા જો કે કોઈ જાનહાનિના સમાચાર નહોતા.
સિસ્મોલોજીના નેશનલ સેન્ટરમાંથી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, સવારે 7ને 51 વાગ્યે આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સમય દરમિયાન, સોનીતપુરમાં 6.4ની તીવ્રતા નોંધાઈ હતી. ગુવાહાટી અને તેજપુરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપ અંગેની જાણ થતાં જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
સાહિન-