Site icon Revoi.in

અમદાવાદ અને ગાંધીનગર સહિત 13 શહેરોમાં પ્રથમ તબક્કામાં 5જી સેવાનો પ્રારંભ

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ઈન્ટરનેટ સેવામાં 5જી સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો. જેથી હવે સ્માર્ટફોન ધારકો હાઈસ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. 5જીની સ્પીટ 4જીથી 10 ગણી વધારે હોવાનું જાણવા મળે છે. હાલ આ સેવા અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 13 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં સેવાનો પ્રારંભ કરવામાં આવશે.

પ્રથમ રાઉન્ડમાં આજથી દેશના 13 શહેરોમાં 5G સેવા શરૂ થઈ ગઈ છે. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, ચંદીગઢ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનૌ, પુણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગરનો સમાવેશ થાય છે. ત્યાર બાદ તબક્કાવાર 5જી સેવાનો પ્રારંભ કરવામાં આવશે. બીજી તરફ 5જી સેવાને લઈને ઈન્ટરનેટધારકોની આતુરતાનો અંત આવ્યો છે. હાલ મોટાભાગના સ્માર્ટફોનધારકો 4જી સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.

આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજની ઝડપથી બદલાતી દુનિયામાં ભારતને ટોચ પર પહોંચતા કોઈ રોકી શકશે નહીં. આ જગ્યા પર અમારો અધિકાર છે. ભારત અને ભારતીયો આનાથી ઓછા માટે સમાધાન કરી શકતા નથી. ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે.