દિલ્હીઃ દેશના નકસલગ્રસ્ત વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફના જવાનોને તાત્કાલિક તબીબી સેવા મળી રહે તે માટે રક્ષિત- બાઈક એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તબીબી ઇમરજન્સી અથવા નક્સલ પ્રભાવિત વિસ્તારમાં અકસ્માતની સ્થિતિમાં સુરક્ષા દળના જવાનોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે,’ આ બાઇક એમ્બ્યુલન્સ સેવા છત્તીસગઢના બીજાપુર, સુકમા, દંતેવાડા વિસ્તારોમાં વધુ ઉપયોગી સાબિત થશે. જંગલની અંદર મોટા વાહનો અથવા એમ્બ્યુલન્સ લઈ જવી મુશ્કેલ હોય છે. જો કે, બાઈક એમ્બ્યુલન્સ સેવા ફાયદાકારક સાબિત થશે. આ બાઈક સીઆરપીએફની જરૂરિયાતને જોતા, ખાસ કરીને ચુસ્ત વિસ્તારો અને માઓવાદી વિસ્તારોના સાંકડા રસ્તાઓ પર ઝડપથી પહોંચવા માટે વિકસાવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ બાઇક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ દ્વારા વિકસાવવામાં આવી છે, જે બાયમેડિકલ અને ક્લિનિકલ રિસર્ચના ક્ષેત્રોમાં રેડિયેશન, ન્યુરોકોગ્નેટિવ ઇમેજિંગ અને સંશોધનના સંદર્ભમાં પણ કામ કરે છે. સંરક્ષણ અને વિકાસ મંત્રાલયની સેવાઓ ડીઆરડીઓ હેઠળ કાર્ય કરે છે.