Site icon Revoi.in

રાજકોટ શહેર અને જિલ્લામાં ડોર ટુ ડોર મતદાર સુધારણા કાર્યક્રમનો પ્રારંભ

Social Share

રાજકોટઃ ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 2236 બીએલઓ દ્વારા ડોર ટુ ડોર કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ દરમિયાન બીએલઓ દ્વારા હાઉસ ટુ હાઉસ ચકાસણી, મતદાન મથકોનું પુન: ગઠન, મતદાર યાદીમાં વિસંગતતાઓ દુર કરવી, ફોટોગ્રાફની ગુણવત્તામાં સુધારો સહિતની કામગીરી કરાશે.

રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટ શહેર જિલ્લામાં 2236 બીએલઓ આ કામગીરીમાં જોડાયા છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાના આ કાર્યક્રમ દરમિયાન ખાસ ઝુંબેશની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ દરમિયાન બીએલઓ દ્વારા હાઉસ ટુ હાઉસ ચકાસણી, મતદાન મથકોનું પુન: ગઠન, મતદાર યાદીમાં વિસંગતતાઓ દુર કરવી, ફોટોગ્રાફની ગુણવત્તામાં સુધારો સહિતની સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ સહિતની કામગીરી કરવામાં આવશે.

આ ઉપરાંત મતદાર યાદી સુધારણામાં હકક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે. ઉપરાંત મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને મતદાર યાદીનો ડેટાબેઝ અદ્યતન કરવામા આવશે. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ તા. 6 જાન્યુઆરી 2025 ના રોજ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી બાદ ચૂંટણી પંચ દ્વારા તા. 1-1-2025ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ શરૂ કરી દેવાતા રાજકોટ શહેર જિલ્લામાં 2236 જેટલા બીએલઓ ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી કરવા લાગ્યા છે. મતદાર યાદીમાં આવતાં મતદારોના ફોટોગ્રાફ અપડેટ, નામમાં ફેરફાર સહિતની બાબતોમાં સુધારો કરવામા આવશે. બાદમાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ 6 જાન્યુઆરી, 2025 ના રોજ કરવામાં આવશે. આ સાથે જ ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવશે.

#VoterListUpdate #ElectoralReforms #RajkotElections #BLODoorToDoor #VoterVerification #ElectoralDatabaseUpdate #ClaimObjectionSettlement #VoterList2025 #GujaratVoterUpdate #ElectionCommission #FinalVoterList #DemocracyInAction #RajkotVoters #VoterListPublication #VoterPhotoUpdate #VotingRights #ElectoralProcess #VoterAwareness #LokSabhaElections #VoterRegistration #RajkotCityUpdate