Site icon Revoi.in

ટ્રાફિક સ્થિતિ માટે સ્વદેશી ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સોલ્યુશન્સનો શુભારંભ

Social Share

ત્રણ સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી, એટલે કે, ઔદ્યોગિક એપ્લિકેશન માટે સીએમઓએસ સેન્સર આધારિત કેમેરા, ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે થર્મલ સેન્સર કેમેરા – (TvITS) અને ઓનલાઈન સુક્રો ક્રિસ્ટલ ઈમેજિંગ સિસ્ટમ (ઓસીએસ) 11મા ટ્રાફિક એક્સ્પો અને સ્માર્ટ મોબિલિટી કોન્ફરન્સનું લોન્ચ કરવામાં આવી છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય)ના સચિવ એસ ક્રિષ્નને ઇએન્ડઆઇટીવાયમાં ગ્રૂપ કોઓર્ડિનેટર આરએન્ડડીની હાજરીમાં, એમઇઆઇટીવાયમાં ગ્રૂપ કોઓર્ડિનેટર શ્રીમતી એલ સુનિતા વર્મા અને ટ્રાફિક ઇન્ફ્રા-ટેક એક્સ્પોનાં એડિટર-ઇન-ચીફ શ્રીમતી મંગલા ચંદ્રન અને સરકાર અને ઉદ્યોગનાં વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ઉત્પાદનો લોંચ કર્યા હતાં. મંત્રાલયની પહેલ માટે ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ એન્ડેવર ફોર ઈન્ડિયન સિટીઝ હેઠળ આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.

ટેકનોલોજીની કેટલીક વિગતો:

  1. સી.એમ.ઓ.એસ. સેન્સર આધારિત કેમેરા ફોર ઇન્ડસ્ટ્રીયલ વિઝન એપ્લિકેશન્સ (iViS): ઓટોમેટેડ નિરીક્ષણ અને પદાર્થોની ઓળખ માટે સ્વદેશી ટેકનોલોજી. તે મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ તકનીકોનો ઉપયોગ કરતી એઆઈ આધારિત એપ્લિકેશનોને ટેકો આપે છે.
  2. થર્મલ સેન્સર આધારિત કેમેરા (ટીવીઆઇટીએસ): રોડ ટ્રાફિક એપ્લિકેશન્સ માટે એઆઇ સંચાલિત થર્મલ સેન્સર આધારિત સ્માર્ટ વિઝન કેમેરા. તે તમામ હવામાનની પરિસ્થિતિઓમાં સંપૂર્ણ અંધકારમય વાતાવરણમાં પણ ઉચ્ચ ચોકસાઈ સાથે સ્થિર તેમજ ફરતા પદાર્થોનો ડેટા પ્રદાન કરી શકે છે. મોડ્યુલર ડિઝાઇન ઓપરેશનમાં સરળતા અને જરૂરિયાત મુજબ લેન્સ બદલવાની સરળતા પ્રદાન કરે છે.
  3. ઓનલાઈન સુક્રો ક્રિસ્ટલ ઈમેજિંગ સિસ્ટમ (ઓ.સી.એસ.) : ખાંડ ઉદ્યોગોમાં સ્ફટિકના કદના માપન માટે ઔદ્યોગિક કેમેરાનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલી સિસ્ટમ છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ ગુણવત્તાના પરિમાણો છે જે ખાંડ ઉદ્યોગો દ્વારા જરૂરી છે.