- ચારધામ યાત્રાના સ્થળો પર 5જૂ સેવા ષશરુ કરાશે
- આજરોજ ટેલિકોમ કંપની રિલાયન્સે કરી જાહેરાત
દિલ્હીઃ- દેશભરમાં 5 જી ઈનવ્ટરનેટ સેવાને લઈને સતત રાહ જોવાઈ રહી છે,ત્યારે ચારધામયાકત્રા કરનારા યાત્રીઓને આ સેવાનો લાભ મળી રહ્યો છેટેલિકોમ સેવા પ્રદાતા રિલાયન્સ જિયોએ ગુરુવારે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સંકુલમાં 5 જી સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી
જાણકારી અનુસાર રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ ના અધ્યક્ષ અજેન્દ્ર અજયે બદ્રીનાથમાં ટ્રુ 5જી સેવા શરૂ કરી છે. બદ્રીનાથના કપાટ આજે સવારથી ખોલવામાં આવ્યા છે તેની સાથે જ યાત્રીઓ જીઓની 5 જૂ સેવાનો પણ લાભ લઈ શકશે.
આ બબાતની વધુ માહિતી મુજબ ચારધામની યાત્રામાં બદ્રીનાથ ઉપરાંત કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામ પણ સામેલ છે. કંપનીએ જણાવ્યું હતું કે દેશભરમાંથી ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામની મુલાકાત દરમિયાન જીઓ ના 5G નેટવર્ક સાથે જોડાઈને અત્યાધુનિક ટેલિકોમ સેવાનો લાભ લઈ શકશે.તેઓ સરળતાથી ઈન્ટરનેટનો પોતાના માટે ઉપયોગ કરી શકશે.
આ સહીત મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના ડિજિટલ લેન્ડસ્કેપમાં આ ખાસ પરિવર્તન લાવવા બદલ જીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે 5 જી સેવા શરૂ થવાથી લાખો શ્રદ્ધાળુઓ હાઈ-સ્પીડનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં આતુરતાથી 5 જી સેવાની રાહ જોવાઈ રહી છે.