1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ, પરેશાની-મુક્ત પ્રવાસ માટે પહેલ
SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ, પરેશાની-મુક્ત પ્રવાસ માટે પહેલ

SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ, પરેશાની-મુક્ત પ્રવાસ માટે પહેલ

0
Social Share

અમદાવાદ :  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુસાફરોના સીમલેસ અનુભવને સુનિશ્ચિત કરવા આ પેસેન્જર-ફ્રેન્ડલી પહેલ કરવામાં આવી છે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે.

SBD સુવિધા બેગેજ ડ્રોપ-ઓફના વેઈટીંગમાં ઘટાડો કરશે. તે પ્રતિ મિનિટે ત્રણ જેટલા મુસાફરોને સગવડ પૂરી પાડવાની સાથે ઝડપી અને ઝંઝટ-મુક્ત ચેક-ઇન અનુભવ પ્રદાન કરશે. અમદાવાદ એરપોર્ટે બે સેલ્ફ-બેગેજ ડ્રોપ મશીન સ્થાપિત કર્યા છે, જેનાથી મુસાફરો ઓટોમેટેડ સિસ્ટમની મદદથી ચેક-ઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

SBD સેવાનો ઉપયોગ કરતા પહેલા મુસાફરોએ સેલ્ફ-ચેક-ઇન કિઓસ્ક પર તેમના બોર્ડિંગ પાસ અને બેગેજ ટેગ જનરેટ કરવાના રહેશે. ચેક-ઇન સામાનને ટેગ કર્યા પછી મુસાફરો SBD સુવિધા પર આગળ વધી શકે છે, જ્યાં તેઓ તેમના બોર્ડિંગ પાસને સ્કેન કરવામાં આવશે. જો બેગમાં કાંઈ વાંધાજનક સામાન ન હોય તો તે આપોઆપ સોર્ટીંગ એરીયામાં સ્થાનાંતરિત થઈ જશે અને રસીદ જનરેટ કરશે.

હાલમાં ઈન્ડિગોના મુસાફરો માટે ડોમેસ્ટિક ટર્મિનલ T-1ના ડિપાર્ચર ચેક-ઈન હોલમાં SBD સુવિધા ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તે અન્ય એરલાઇન્સમાં પણ લાવવામાં આવી શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code