નવી દિલ્હી: ભારત નો એક સમૃદ્ધ સાગર ઈતિહાસ રહ્યો છે. સાગર સંબંધિત ક્રિયાકલાપોનો સર્વ પ્રથમ ઉલ્લેખ ઋગવેદમાં જોવા મળે છે. ભારતીય પુરાણોમાં મહાસાગર, સાગર, અને નદીઓના પરસ્પર સંબંધોનો અનેકવાર ઉલ્લેખ થયો છે. ભારતના સાગર પારિસ્થિતિક સમૃદ્ધિ, જીવ વિવિધતા અને અર્થવ્યવસ્થામાં યોગદાન કરે છે પરંતુ વિકાસની આંધળી દોડ થી વિશ્વભરમાં સાગર તટ ને પર્યાવરણ દ્રષ્ટિથી ચિંતાજનક સ્થિતિમાં લાવી દીધો છે. ભારતના ૭૫૦૦ કી.મી. લાંબા સાગર તટ પર અનેક સરકારી, ધાર્મિક, અધ્યાત્મિક, સ્વયંસેવી સંગઠન સ્થાનિક સમાજની સહભાગીતાથી સાગર તટ પર “ સ્વચ્છ સાગર, સમૃદ્ધ સાગર” અભિયાન ચલાવશે જેમાં મુખ્ય રૂપે એકલ ઉપયોગ પોલીથીન પર ધ્યાનાકર્ષણ રહેશે.
આ અભિયાનમાં ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, રાષ્ટ્રીય સેવા યોજના, તટ રક્ષક દલ, રાષ્ટ્રીય આફત પ્રબંધન ઓથોરીટી, સીમા જાગરણ મંચ, ,SFD ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ,અનેક સામાજિક – ધાર્મિક સંગઠન, શિક્ષણ સંસ્થા એક સાથે મળીને સામૂહિક રૂપથી સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાનના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે પ્રયાસ કરશે.
આ અભિયાન માટે ગુજરાતના અભિયાન પ્રમુખ મુકેશભાઈ ભાટી અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના પ્રાંત સંયોજક હિતેન્દ્રભાઈ મોજીદ્રા એ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, “ ગુજરાતમાં પણ આપની સાગર સીમા પરના જિલ્લાઓમાં અભિયાન સમિતિ બનવાનો પ્રારંભ થઇ ગયો છે. પ્રકૃતિની અનમોલ સંપત્તિને આપણી માત્ર અર્થ પ્રત્યેની દોડની જીવનશૈલી ને કારણે જે નુકશાન પહોચાડયું છે એને સુધારીને પ્રકૃતિ સંવર્ધન થી પ્રકૃતિ ઋણ ચૂકવવાનો અનમોલ અવસર આપણને આ અભિયાનના સ્વરૂપમાં પ્રાપ્ત થયો છે. ગુજરાતના સંપૂર્ણ જન સમુદાયના સહયોગથી આ અભિયાન પૂર્ણરૂપે સફળ થશે.”